ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
બોલિવુડ સ્ટાર ટાઇગર શ્રોફ અને તેની ગર્લફ્રેન્ડ દિશા પટની સેશન પતાવી બંને જણ ગાડીમાં ડ્રાઇવ કરવા નીકળી પડ્યાં હતાં. બાન્દ્રાના બૅન્ડ સ્ટૅન્ડ પર મુંબઈ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને તેમને બહાર નીકળવા અંગેનું કારણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બહાર નીકળવા અંગે સંતોષજનક કારણ આપી શક્યાં ન હતાં. પોલીસે તેમના આધારકાર્ડ ચેક કરી અને પછી તેમને જવા દીધાં હતાં. ત્યાર બાદ lockdownમાં વગર કારણે બહાર નીકળવા બદલ બંને કલાકારો સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’નું ટ્રેલર રિલીઝ થયું; જુઓ વીડિયો
આમ આ બંને કલાકારોને lockdownમાં બહાર નીકળવાનું ભારે પડી ગયું હતું.