Site icon News Continuous Bureau | Mumbai

Title Shuffle:સલમાન બાદ હવે આયુષ્માન ખુરાનાનો વારો! શરવરી વાઘ સાથેની મોસ્ટ અવેટેડ ફિલ્મનું નામ બદલાશે; જાણો શું છે નવું ટાઈટલ

Title Shuffle: સૂરજ બડજાત્યાનું નવું પ્લાનિંગ: ‘યે પ્રેમ મોહ લિયા’ ને બદલે હવે નવું ટાઇટલ રાખવાની ચર્ચા; ગોરેગાંવ રેલ્વે સ્ટેશન પર શૂટિંગ પૂર્ણતાના આરે, જાણો શું હશે ફિલ્મનું નવું નામ.

Title Shuffle: After Salman Khan's 'Matrubhoomi', Ayushmann Khurrana & Sharvari Wagh's Movie Set for a Name Change

Title Shuffle: After Salman Khan's 'Matrubhoomi', Ayushmann Khurrana & Sharvari Wagh's Movie Set for a Name Change

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાનની ફિલ્મનું નામ છેલ્લી ઘડીએ બદલાતા ચાહકો ચોંકી ગયા હતા. ‘બેટલ ઓફ ગલવાન’ માં વધારાના સીન શૂટ થયા બાદ તેનું નામ હવે ‘માતૃભૂમિ’ કરી દેવામાં આવ્યું છે. આ જ રાહ પર હવે સૂરજ બડજાત્યા પણ પોતાની આગામી ફિલ્મનું નામ બદલવા જઈ રહ્યા છે. આયુષ્માન ખુરાના અને શરવરી વાઘ સ્ટારર આ ફિલ્મનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે.સૂરજ બડજાત્યાએ સલમાન ખાન પછી હવે આયુષ્માન ખુરાનાને પોતાનો ‘પ્રેમ’ બનાવ્યો છે, જેને જોવા માટે ફેન્સ આતુર છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Ayushmann Khurrana Saddi Gali New Version : આયુષ્માન ખુરાનાએ જીતી લીધા ફેન્સના દિલ! ‘સાડ્ડી ગલી’નું અણસાંભળેલું વર્ઝન કર્યું રિલીઝ; જૂની યાદો તાજી કરી આપ્યું ખાસ વચન

શું હશે આયુષ્માનની ફિલ્મનું નવું નામ?

તાજેતરના અહેવાલો મુજબ, આયુષ્માન ખુરાના અને શરવરી વાઘની ફિલ્મનું ટાઇટલ પહેલા ‘યે પ્રેમ મોહ લિયા’ રાખવામાં આવ્યું હતું. જોકે, હવે મેકર્સ આ નામ બદલીને ‘યે પ્રેમ મોહ માયા હૈ’ (Yeh Prem Moh Maya Hai) રાખવા પર વિચાર કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ નવા ટાઇટલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.


આ ફિલ્મમાં આયુષ્માન અને શરવરી મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે અનુપમ ખેર, સીમા પાહવા, સુપ્રિયા પાઠક અને શાદ રંધાવા જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. ‘ઊંચાઈ’ ફિલ્મ બાદ મહાવીર જૈન અને સૂરજ બડજાત્યાનું આ બીજું મોટું કોલાબોરેશન છે. રાજશ્રી પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા હોવાની શક્યતા છે.માહિતી મુજબ, આયુષ્માન અને શરવરીએ તાજેતરમાં મુંબઈના ગોરેગાંવ રેલ્વે સ્ટેશન પર આ ફિલ્મનું મહત્વનું શૂટિંગ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Met Gala 2026 Guest List| મેટ ગાલા 2026 માં બોલિવૂડનો દબદબો કરણ જોહર કરશે ડેબ્યૂ, શું દીપિકારણવીર રેડ કાર્પેટ પર સાથે દેખાશે? જાણો કોણ કોણ થશે સામેલ
Anupamaa Public Reactions। રાહી કોઠારીની બદતમીઝી જોઈને દર્શકો ભડક્યા, ગૌતમ અને વસુંધરાની ચાલાકી તેમને જ ભારે પડી
Yami Gautam Aditya Dhar| ‘ધુરંધર 2’ ની સફળતા બાદ પત્ની માટે ‘બેબી સિટર’ બન્યા આદિત્ય ધર યામી ગૌતમે શૂટિંગમાં વ્યસ્ત રહેવા વચ્ચે પરિવારના સપોર્ટ સિસ્ટમના કર્યા વખાણ
Tumbbad 2 Casting| ‘તુમ્બાડ 2’માં કોણ બનશે ડરામણી વાર્તાનો હિસ્સો? પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સહિત આ દિગ્ગજ અભિનેત્રીઓના નામ રેસમાં
Exit mobile version