‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના કલાકારો એક સમયે કંઈક આવા દેખાતા હતા, યુવાની ની તસવીરોમાં તેમને ઓળખવા બન્યા મુશ્કેલ, જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ( TMKOC ) છેલ્લા 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શો ના દરેક પાત્રો ( actors ) એ લોકોના દિલ માં ખાસ જગ્યા બનાવી છે. ચાહકો શો સાથે જોડાયેલા કલાકારો ના અંગત અને પ્રોફેશનલ બને વિશે જાણવા માટે આતુર હોય છે. આજે અમે તમારી સાથે જેઠાલાલ થી લઇ ને બબીતાજી ની જૂની તસવીરો ( then and now photos )  શેર કરીશું જેને જોઈને તમે તમારા ફેવરેટ પાત્રો ને ઓળખી જ નહીં શકો.

Join Our WhatsApp Community

દિલીપ જોશી (Dilip Joshi) 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( TMKOC ) માં જેઠાલાલ નું પાત્ર ( actors ) લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. આ પાત્ર દિલીપ જોશી ભજવી રહ્યા છે. તારક મહેતા માં આવતા પહેલા દિલીપ જોશી એ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ તસ્વીર તેની યુવાનીના દિવસોની છે. આ તસવીરમાં દિલીપ જોશી કાઉબોય જેવા લાગી રહ્યા છે.

Dilip Joshi

દિશા વાકાણી ( Disha vakani )

દયાબેન એટલે કે દિશા વાકાણી હવે આ શોનો ( TMKOC  ) ભાગ નથી. તેણે 6 વર્ષ પહેલા ભલે આ શોને અલવિદા કહી દીધું હોય પરંતુ તેની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. દિશાની એક જૂની તસવીર વાયરલ થઈ હતી, જે તેના બાળપણની હતી. આ તસવીરમાં દિશા બે ચોટી , ગજરા અને બિંદી પહેરેલી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ વાશી બજારમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત.. 

મંદાર ચાંદવાડકર ( Mandar Chandwadkar )

શો માં ( TMKOC  ) ભીડે માસ્ટર નું પાત્ર ભજવી રહેલા મંદાર ચાંદવાડકરની એક જૂની તસવીર પણ વાયરલ થઈ હતી. આ તસવીર જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે આ ભીડે માસ્ટર છે.તસ્વીર માં તમે જોઈ શકો છો કે મંદાર ના વાળ કેટલા ઘટાદાર હતા. તમને જણાવી દઈએ કે મંદાર શોમાં આવતા પહેલા દુબઈમાં કામ કરતો હતો.

નિર્મલ સોની (  Soni )

નિર્મલ સોની આ શોમાં ( TMKOC ) ડોક્ટર હાથીનું પાત્ર ભજવે છે. તસવીરમાં તમે તેનો બાળપણનો લુક જોઈ શકો છો.

શ્યામ પાઠક (Shyam Pathak) 

શો માં ( TMKOC ) પોપટલાલની ભૂમિકા ભજવી રહેલા શ્યામ પાઠક યુવાનીના દિવસોમાં પણ દુબળા-પાતળા હતા, પરંતુ તેઓ ઘણા ફેશનેબલ હતા.

આ સમાચાર પણ વાંચો:  આ કારણોસર મુંબઈમાં વાહનોની સંખ્યા વધી રહી છે

શિવાંગી જોશી ( Shivangi Joshi ) 

શો માં ( TMKOC ) ભીડેની પત્ની માધવી ભાભીની ભૂમિકા નિભાવી રહી શિવાંગી જોશી ના આચાર અને પાપડને તો લોકો ભૂલી જ નથી શકતા. તેની આ તસવીરમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેની સ્માઈલ ખૂબ જ સુંદર છે.

અમિત ભટ્ટ ( Amit Bhatt ) 
શો માં ( TMKOC  )બાપુજી ની ભૂમિકા ભજવી રહેલા અમિત ભટ્ટ રિયલ લાઈફમાં બાપુજીના પાત્રથી સાવ અલગ દેખાય છે. તેમની આ જૂની તસવીર જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે આ બાપુજી જ છે.

જેનિફર મિસ્ત્રી ( Jennifer Mistry )

શો માં ( TMKOC ) મિસિસ સોઢી એટલે કે રોશન ભાભી ની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી તેની યુવાનીના દિવસોમાં પણ આજની જેમ સુંદર લાગતી હતી.

મુનમુન દત્તા ( Munmun Dutta )

ઘર-ઘરમાં બબીતાજીના ( TMKOC ) નામથી પ્રખ્યાત મુનમુન દત્તા બાળપણથી જ સુંદર અને ટેલેંટેડ છે. તેની આ તસવીર આ વાતનો પુરાવો છે. તેના બાળપણની આ તસવીરમાં મુનમૂન હાર્મોનિયમ વગાડતી જોવા મળે છે.

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version