Site icon

શું તારક મહેતા- શોમાં જુના ટપ્પુની થશે એન્ટ્રી- અભિનેતા ભવ્ય ગાંધી એ આ વાત પરથી ઉચક્યો પડદો

News Continuous Bureau | Mumbai

છેલ્લા ઘણા સમયથી ટીવી જગત પર રાજ કરી રહેલો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(TMKOC) આ દિવસોમાં સતત ચર્ચામાં છે. લાંબા સમયથી સતત શો સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સે તેને અલવિદા કહી દીધું છે, જેના કારણે નિર્માતાઓને દરરોજ કાસ્ટિંગ (casting)કરવું પડે છે. શૈલેષ લોઢા ના શો છોડ્યા બાદ શોના કલાકારો અને નિર્માતાઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે દિશા વાકાણી શોમાં કમબેક કરવા જઈ રહી છે, તેવા સમાચાર સંપૂર્ણપણે શાંત થયા ન હતા કે આ વખતે સમાચાર આવ્યા છે કે જૂનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી (Bhavya Gandhi)શોમાં પરત ફરી શકે છે. જો કે, હવે આ સમાચાર પર ભવ્ય ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે, જે ખૂબ જ ચોંકાવનારી છે.

Join Our WhatsApp Community

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ભવ્ય ગાંધી ફરી એકવાર ટપ્પુની ભૂમિકામાં(Tappu) જોવા મળી શકે છે. કારણ કે મેકર્સ ફરીથી ટપ્પુના રોલ માટે તેનો સંપર્ક કરી રહ્યા છે. જો કે હવે ભવ્ય એ આ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. ખરેખર, ભવ્ય એ આ અહેવાલો પર તેની પ્રતિક્રિયા(reaction) શેર કરતી વખતે તેને ખોટા ગણાવ્યા છે. આ દિવસોમાં, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે એક યા બીજી અફવા સાંભળવામાં આવી રહી છે, જે લોકોને થોડી આશા આપે છે. પરંતુ પછી જ્યારે સેલેબ્સનું રિએક્શન આવે છે ત્યારે તેમની બધી આશાઓ પર પાણી ફરી વળે છે.

આ સમાચાર પણ વાંચો : હેચાન કૌન- ફોટો માં દેખાતા આ ક્યૂટ બાળકે તેની પહેલી જ ફિલ્મ માં જીત્યા હતા ઘણા એવોર્ડ-આજે છે તે બોલિવૂડનો સુપરસ્ટાર

તમને જણાવી દઈએ કે ભવ્ય ગાંધીએ ઘણા વર્ષો પહેલા આ શોને અલવિદા કહી દીધું હતું. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શરૂઆતથી જ ટપ્પુની ભૂમિકા ભજવનાર ભવ્ય એ થિયેટર(theater) અને ગુજરાતી સિનેમામાં(Gujarati cinema) કામ કરવા માટે શો છોડી દીધો હતો, ત્યારબાદ રાજ અનડકટ શોમાં ટપ્પુની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તેણે પણ શો છોડી દીધો હતો. ત્યારથી ઘણા સ્ટાર્સ આ શોને અલવિદા કહી ચૂક્યા છે.

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version