Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ અભિનેતા થયા શૂટિંગ દરમિયાન ઘાયલ, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

 News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) એ ટીવીનો સૌથી હિટ શો છે. શોના દરેક પાત્રને ચાહકો તરફથી અપાર પ્રેમ મળે છે. પરંતુ હવે નવા અહેવાલોએ શોના ચાહકોને પરેશાન કરી દીધા છે. એવા અહેવાલો છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચંપક ચાચા (Champak chacha) એટલે કે અમિત ભટ્ટ સેટ પર ઈજાગ્રસ્ત (injured) થયા છે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના ચંપક ચાચાને ઈજા થતાં ડોક્ટરોએ(doctor) તેમને સંપૂર્ણ બેડ રેસ્ટ (bed rest) કરવાનું કહ્યું છે. હાલ તેઓ શો નું શૂટિંગ નથી કરી રહ્યા.અહેવાલમાં શોના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે અભિનેતા અમિત ભટ્ટને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક સીન માટે ભાગવાનું (running) હતું પરંતુ દોડતી વખતે અભિનેતાએ પોતાનું સંતુલન (balance) ગુમાવ્યું અને જોર થી નીચે પડી ગયો. પડવાના કારણે અભિનેતાને ઘણી જગ્યા એ વાગ્યું છે. તેઓ શૂટિંગ(shooting) પણ નથી કરી રહ્યા. ડોક્ટરે તેને આરામ  કરવાની સલાહ આપી છે. શોના નિર્માતાઓએ (show producers) પણ અમિત ભટ્ટને (Amit Bhatt) આરામ કરવાનું કહ્યું છે. તેઓ બધા અભિનેતાની ઈજાથી ચિંતિત છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: ઇટાલી માં ફર્નીચરની દુકાનમાં એક વ્યક્તિ એ શ્રીદેવી પર ઉપાડ્યો હતો હાથ-બોની કપૂરે ગુસ્સામાં આવી કર્યું હતું આ કામ

‘તારક મહેતા’ શોની વાત કરીએ તો આ ટીવી નો સૌથી લાંબો ચાલનાર શો બની ગયો છે.દર્શકો શો ના દરેક પાત્રને ભરપૂર પ્રેમ(love) આપે છે. આ શોમાં અમિત ભટ્ટનું ચંપક ચાચાનું પાત્ર પણ ચાહકોનું ફેવરિટ(favorite) છે. શોમાં ચંપક ચાચા અને જેઠાલાલની બોન્ડિંગ(bonding) દરેકને પસંદ આવે છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ તાજેતરમાં 14 વર્ષની લાંબી સફર પૂર્ણ કરી છે. આ ખાસ અવસર પર સમગ્ર ટીમે કેક કાપીને ધામધૂમથી ઉજવણી કરી હતી.

 

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version