Site icon

હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયાબેન અને તારક મહેતાની નહીં થાય એન્ટ્રી-નિર્માતાએ કહી આ વાત

News Continuous Bureau | Mumbai

ટીવીનો નંબર વન કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)તેની વાર્તા અને પાત્રોને કારણે ચર્ચામાં રહે છે. દયાબેનની વાપસીની (Dayaben returns)ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી જોરશોરથી ચાલી રહી છે, આ દરમિયાન શૈલેષ લોઢા(Shailesh Lodha) ઉર્ફે તારક મહેતાએ પણ શો છોડી દીધો છે. તાજેતરમાં જ શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે દયાબેન ટૂંક સમયમાં શોમાં પરત ફરશે, પરંતુ હવે તેમનું કહેવું છે કે હાલમાં દયાબેન પરત નહીં ફરે.

Join Our WhatsApp Community

મીડિયા માં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, શોના નિર્માતાઓએ દયાબેન અને તારક મહેતાની શોધ બંધ (stop search)કરી દીધી છે. હાલમાં કોઈ નવા કલાકારોના ઓડિશન (audition)લેવામાં નથી આવી રહ્યા.આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટીવી શોમાં કેટલાક એક્ટર્સનો ટ્રેક અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યો હતો, ત્યાર પછી તેમનો ટ્રેક ફરી શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, કલાકારોને પણ ખબર નથી કે મેકર્સે આવું કેમ કર્યું. આટલું જ નહીં, રિપોર્ટ અનુસાર, મેકર્સનું માનવું છે કે દર્શકો હજુ પણ દિશા વાકાણી(Disha vakani) અને શૈલેષ લોઢાને શોમાં દયાબેન અને તારક મહેતાના રોલમાં જોવા માંગે છે. આ કારણોસર, તેને આશા છે કે દિશા વાકાણી અને શૈલેષ લોઢા ટૂંક સમયમાં શોમાં પાછા આવી શકે છે.ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં, રવિના ટંડનના ભાઈની પૂર્વ પત્ની રાખી વિજન (Rakhi Vijan)વિશે સમાચાર આવી રહ્યા હતા કે તે આ શોમાં દયાબેનનો રોલ કરવા જઈ રહી છે. પરંતુ અભિનેત્રીએ પોતે આ સમાચારને અફવા ગણાવી હતી.હવે શોમાં નવા નટ્ટુ કાકાની એન્ટ્રી થઈ છે. કિરણ ભટ્ટ(Kiran Bhatt) નવા નટ્ટુ કાકાની ભૂમિકા ભજવી રહ્યા છે.જો કે, કિરણ ભટ્ટને તેના નટુ કાકાના પાત્ર માટે દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : કોરોના કાળ માં ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની હાલત થઇ હતી કફોડી- વેચવી પડી ઓફિસ-જાણો હાલ ક્યાંથી કરી રહ્યા છે કામ

તમને જણાવી દઈએ કે શોમાં ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ(Raj Andakat) પણ છેલ્લા ત્રણ મહિનાથી શૂટિંગ કરી રહ્યો નથી. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખબર પડી છે કે તે દુબઈમાં (Dubai)રજાઓ માણી રહ્યો હતો. આ સિવાય તેણે રણવીર સિંહ સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે રણવીર સાથે શૂટિંગ કરી રહ્યો છે, ટૂંક સમયમાં કંઈક મોટું જોવા મળશે.શોના દર્શકો હવે દયાબેન ની રાહ જોઈ રહ્યા છે, પરંતુ લાગે છે કે તેઓ ફરીથી નિરાશ થવાના છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(TMKOC)ના ઘણા પાત્રોએ શો નો સાથ છોડી દીધો છે. બબીતા ​​જી વિશે પણ એવા સમાચાર છે કે તે ‘બિગ બોસ’(Bigg boss) માટે શો છોડી શકે છે.

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ
Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે
Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન
Exit mobile version