Site icon News Continuous Bureau | Mumbai

TMKOC: તારક મહેતા ના ગુરુચરણ સિંહ એ પોતે જ ગુમ થવાની બનાવી હતી યોજના? જાણો રિપોર્ટ માં શું કહેવામાં આવી રહ્યું છે

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો સોઢી એટલે કે અભિનેતા ગુરુચરણ સિંહ ગાયબ છે. અભિનેતા ના કેસ માં રોજ નવા અપડેટ સામે આવતા રહે છે હવે ગુરુચરણ સિંહ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

TMKOC did gurucharan singh planned to his disappearance

TMKOC did gurucharan singh planned to his disappearance

News Continuous Bureau | Mumbai

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢી ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થનાર અભિનેતા  ગુરુચરણ સિંહને ગુમ થયાને 10 દિવસથી વધુ સમય થઈ ગયો છે. પોલીસ અભિનેતા ની તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી પોલીસ તેને શોધી શકી નથી. આ કેસને લઈને રોજ નવા અપડેટ્સ આવતા રહે છે. હાલમાં, પોલીસે અભિનેતાના પિતાની ફરિયાદને ધ્યાનમાં રાખીને અપહરણનો કેસ નોંધ્યો છે, પરંતુ હવે આ કેસમાં એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman Khan firing: અનુજ થાપને આત્મહત્યા કરી. એક આરોપી પત્યો….

તારક મહેતા ના સોઢી એટલે કે ગુરુચરણ સિંહ ને લઈને આવ્યું અપડેટ

મીડિયા રિપોર્ટ મુજબ એક પોલીસ ના એક સૂત્રએ જણાવ્યું કે ‘તેણે પોતાનો ફોન પાલમમાં છોડી દીધો. અમે તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ ફોન તેની પાસે ન હોવાને કારણે તેને શોધવાનું અમારા માટે વધુ મુશ્કેલ બની રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં અમે જોયું કે તે એક ઈ-રિક્ષાથી બીજી ઈ-રિક્ષામાં જઈ રહ્યો હતો. એવું લાગે છે કે તેણે બધું જ પ્લાન કર્યું હતું અને પછી દિલ્હીની બહાર નીકળી ગયો હતો.’


ગુરુચરણ છેલ્લે 22મી એપ્રિલે જોવામાં આવ્યો હતો. ચાર દિવસ બાદ તેના પિતાએ અભિનેતા ના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ તેને શોધી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version