Site icon

આસિત મોદી ની વાત સાંભળીને ધ્રૂજવા લાગી’, ‘તારક મહેતા’ અભિનેત્રી એ જાતીય સતામણી પર તોડ્યું મૌન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો વિશે વિગતવાર જણાવ્યું. તે સિંગાપોરમાં શૂટિંગ કરી રહી હતી ત્યારે અસિત મોદીએ તેની છેડતી કરી હતી.

jennifer mistry wants apology with both hands folded from asit modi

આ રીતે અસિત મોદીની માફી સાંભળવા માંગે છે જેનિફર, અભિનેત્રી એ કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં સીરિયલના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેનિફર આ શોમાં રોશન સોઢીનું પાત્ર ભજવતી હતી. તે છેલ્લા 15 વર્ષથી આ શો સાથે જોડાયેલી હતી. તેણીએ આ બાબતે વિગતે જણાવ્યું કે જ્યારે આખી ટીમ સિંગાપોરમાં કેટલાક એપિસોડ શૂટ કરવા ગઈ ત્યારે તે અસિત મોદીના વર્તનથી ખૂબ જ અસ્વસ્થ હતી. જેનિફરે જણાવ્યું કે તે સમયે તેણે તેની સાથેના બે લોકોને પણ આ વિશે જણાવ્યું હતું. તેણે પોતાની રીતે તેનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો.

Join Our WhatsApp Community

 

સિંગાપુર માં જેનિફર સાથે શું થયું હતું 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જેનિફરે કહ્યું, “માર્ચ 2019માં અમે સિંગાપોરમાં હતા. અમારી સાથે આખી ટીમ હતી જ્યાં અસિતજીએ મારી સાથે સૌથી વધુ દુર્વ્યવહાર કર્યો, તેણે સેક્સુલ વાતો કહી. 7મી માર્ચ 2019ના રોજ અમારી લગ્ન નીવર્ષગાંઠ હતી. 8મી માર્ચે તેણે મને કહ્યું, ‘હવે તારી એનિવર્સરી પૂરી થઈ ગઈ છે. હવે શું ગિલ્ટ … આવી જજે મારા રૂમમાં, વ્હિસ્કી પીએ.’ મેં તેમને ટાળ્યા. પછી બીજા દિવસે તેઓએ મને કહ્યું, ‘તારી રૂમ પાર્ટનર રાત્રે બહાર જાય છે, ફરવા જાય છે, તમે રૂમમાં એકલા શું કરો છો? આવી જાઓ, વ્હિસ્કી પીઓ’. મેં ફરીથી અવગણ્યું કે હું બહાર છું. અજાણ્યા દેશમાં, મારે શું કરવું જોઈએ? મારો પતિ ત્યાં નહોતો. ત્યાં કોઈ નહોતું .”

જેનિફરે તેના બે સાથી ને જણાવી ઘટના 

જેનિફરે વધુમાં જણાવ્યું કે તે આખી ઘટનાથી હચમચી ગઈ હતી. તેણી કહે છે, “આખરે તેણે મારી સાથે વાત કરી. હું એક જગ્યાએ ઉભી હતી, કોફી લઈ રહી હતી, તે અચાનક મારી બાજુમાં આવી ગયા, તેણે હળવેથી કહ્યું, ‘તમારા હોઠ ખૂબ જ સુંદર છે, એવું મન થાય છે કે તેને પકડી લઉ અને કિસ કરું.’ હું આ રીતે ધ્રૂજવા લાગી. મેં વિચાર્યું કે તેઓ શું કરે છે? તેઓ શું કહે છે? મારી  રૂમ પાર્ટનર રૂમમાં નથી. જો તેઓ રાત્રે રૂમમાં આવશે તો હું શું કરીશ? હું ખૂબ ડરી ગઈ હતી.” તેણી આગળ જણાવે છે કે, “મેં કહ્યું કે કેવી રીતે શૂટ છોડી ને આવું ? મારે શું કરવું જોઈએ? હું એટલી ડરી ગઈ હતી કે મને સમજાતું નહોતું કે શું કરવું.”અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે જ્યારે તેણે તેની સાથેના 2 લોકોને આ ઘટના વિશે જણાવ્યું તો તેમાંથી એકે અસિત સાથે વાત કરી અને તેને પરેશાન ન કરવા કહ્યું. જ્યારે પણ અસિત તેની નજીક હતો ત્યારે તેની સાથે કામ કરતા લોકો તેની સુરક્ષા કરતા હતા. તેણે કહ્યું કે તેણી ચૂપ હતી કારણ કે તે તેના કામ માટે ચૂકવણી કરી રહ્યો હતો અને તેણીને પૈસાની જરૂર હતી.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version