Site icon News Continuous Bureau | Mumbai

TMKOC Disha vakani: નવરાત્રી ના ખાસ અવસર પર પરિવાર સાથે જોવા મળી તારક મહેતા ની દયા ભાભી,ચણીયા ચોળી માં સજ્જ દિશા વાકાણી એ લીધી ગરબા પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો

TMKOC Disha vakani: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા ભાભી ની ભૂમિકા ભજવી ને ફેમસ થયેલી અભિનેત્રી દિશા વાકાણી ને જોવા ફેન્સ આતુર છે. હવે વર્ષો પછી દિશા વાકાણી એક કાર્યક્રમ માં જોવા મળી હતી. આ એક ગરબા ઇવેન્ટ હતો જેમાં તે તેના પરિવાર સાથે જોવા મળી હતી

TMKOC fame daya bhabhi aka disha vakani seen in garaba panda along with her family

TMKOC fame daya bhabhi aka disha vakani seen in garaba panda along with her family

News Continuous Bureau | Mumbai

TMKOC Disha vakani: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ની આખી સ્ટારકાસ્ટ ને લોકો પસંદ કરે છે. આ શો માં દયા ભાભી અને જેઠાલાલ નું પાત્ર ખુબ લોકપ્રિય છે. ભલે દિશા વર્ષોથી આ શોમાં જોવા મળી નથી, પરંતુ તેના ચાહકો હજુ પણ શોમાં તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરી ને નવરાત્રિના અવસર પર, ચાહકો દયા ભાભી અને તેમની ગરબા સ્ટાઇલ ને લોકો આજે પણ યાદ કરે છે. આ અભિનેત્રી વર્ષોથી પડદા પરથી ગાયબ છે અને કોઈપણ જાહેર કાર્યક્રમમાં જોવા મળતી નથી, પરંતુ લાંબા સમય બાદ તેણે ગરબા પંડાલમાં ભાગ લીધો છે. 

Join Our WhatsApp Channel

 

દિશા વાકાણી પરિવાર સાથે ગરબા પંડાલ માં પહોંચી

હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દિશા વાકાણી તેના પરિવાર સાથે ગરબા પંડાલ માં પ્રવેશ કરતી જોવા મળે છે. સામે આવેલા વીડિયોમાં દયા ભાભી એ સિમ્પલ ક્રીમ અને પિંક કલર ના ચણિયા-ચોલી પહેર્યા છે. તેની સાથે તેનો પતિ અને બાળકો ને પણ જોઈ શકાય છે. વર્ષો પછી પણ અભિનેત્રી પહેલા જેવી જ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીનો આ વીડિયો જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે અને તેઓ ફરી એકવાર દિશા વાકાણીની વાપસીની વાત કરી રહ્યા છે. 

ગરબા પંડાલ માં પરિવાર સાથે પૂજા કરતી જોવા મળી દિશા વાકાણી 

આ સિવાય એક અન્ય વીડિયો સામે આવ્યો છે. જ્યાં દિશા ગરબા પંડાલની અંદર ઉભી છે. અને પૂજા કરી રહી છે આ વીડિયોમાં પણ અભિનેત્રીની મોટી પુત્રી અને તેનો પતિ સાથે જોવા મળે છે. દિશા વાકાણી તેની પુત્રીની સંભાળ લેતી અને તેના પતિ સાથે વાત કરતી જોવા મળી રહી છે.ત્યાં હાજર ફેન્સ દયા ભાભી સાથે ફોટો પડાવવા માટે એકદમ બેચેન જોવા મળે છે.


દિશા વાકાણી ના ફેન્સ આજે પણ તેની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં તેની વાપસી ની રાહ જોઈ રહ્યા છે. હવે એ તો અભિનેત્રી ઉપર છે કે તે શો માં વાપસી કરશે કે નહીં.

આ  સમાચાર પણ વાંચો : Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ આ ફિલ્મ સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યો છે આમિર ખાન, ‘તારે જમીન પર’ સાથે છે કનેક્શન

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version