TMKOC Deepti sadhwani: જાણો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી દીપ્તિ સિધવાની એ એવું તે શું કર્યું કે માત્ર 6 મહિના માં જ ઉતર્યું અધધ આટલું વજન

TMKOC Deepti sadhwani: તારક મહેતા ફેમ અભિનેત્રી દીપ્તિ સિધવાની એ માત્ર 6 મહિનામાં 17 કિલો વજન ઉતાર્યું છે તાજેતર માં અભિનેત્રીએ તેના ટ્રાન્સફોર્મેશન વિશે જણાવ્યું છે.

by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC Deepti sadhwani: તારક મહેતા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં ઘણા કલાકારો આવ્યા અને ગયા. આ શો માં દીપ્તિ સિધવાની એ મહત્વ ની ભૂમિકા ભજવી હતી. દીપ્તિ આ શો માં આરાધના શર્મા ના પાત્ર માં જોવા મળી હતી. પહેલા એકદમ ચબી દેખાતી દીપ્તિ એ માત્ર 6 મહિનામાં 17 કિલો વજન ઘટાડ્યું છે તાજેતર માં અભિનેત્રીએ તેના ટ્રાન્સફોર્મેશન વિશે જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Naga and Sobhita wedding: નાગાર્જુન એ શેર કરી શોભિતા અને નાગા ચૈતન્ય ના લગ્ન ની તસવીરો,એકબીજા માં ખોવાયેલું જોવા મળ્યું કપલ

દીપ્તિ સિધવાની ની ટ્રાન્સફોર્મેશન જર્ની 

એક મીડિયા હાઉસ સાથે ના ઇન્ટરવ્યૂ દરમિયાન દીપ્તિ એ પોતાની ટ્રાન્સફોર્મેશન જર્ની વિશે વાત કરતા જણાવ્યું કે, ‘તે સરળ નહોતું,ઘણી વખત એવું બન્યું કે હું હાર માની લેવા માંગતી હતી. પરંતુ પછી મેં મારી જાતને યાદ કરાવ્યું કે દરેક નાનું પગલું મહત્વપૂર્ણ છે. પ્રક્રિયા ધીમી હતી, પરંતુ તે ચાલુ રહી.મેં મારા આહારમાંથી ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ ને કાઢી નાખ્યું હતું. હું ગ્લુટેન ફ્રી ડાયટ ફોલો કરતી હતી. હું 16 કલાક ઈન્ટરમીડિએટ ફાસ્ટિંગ કરતી હતી. આ સાથે કેલરીને લઈને પણ ઘણી કાળજી લેવામાં આવી હતી. સંતુલિત આહારની સાથે, મેં ક્યારેક ચીટ ડેઝ પણ રાખ્યા.’

 

View this post on Instagram

 

A post shared by Deepti Sadhwani (@iamdeeptisadhwani)


પોતાની વાત ને આગળ વધારતા દીપ્તિ એ કહ્યું, ‘મેં એરિયલ યોગા, બોક્સિંગ અને સ્વિમિંગ પણ કર્યું હતું. આ માત્ર મારા શારીરિક પરિવર્તનમાં પરિણમ્યું નથી, પરંતુ મારી માનસિક સ્પષ્ટતા અને ઊર્જાને પણ વેગ આપ્યો છે.હું મારી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનવા માંગતી હતી. આ બાબત મને પ્રોત્સાહિત કરી. હું મારા દેખાવની સાથે મારું સ્વાસ્થ્ય પણ સુધારવા માંગતી હતી.’ આ ઉપરાંત દીપ્તિ એ પોસ્ટ શેર કરીને કહ્યું કે પહેલા તે 75 કિલો વજનની હતી, પરંતુ હવે તે 58 કિલો થઈ ગઈ છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More