Site icon

ખાવાનો શોખીન દિલીપ જોશીએ જિમમાં ગયા વગર ઘટાડ્યું 10 કિલો વજન, જાણો કેવી રીતે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઘરનો પ્રિય શો છે. આ શો 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના તમામ કલાકારોએ લોકોનાં દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. સાથે જ દિલીપ જોશી અને દિશા વાકાણી દરેકના ફેવરિટ છે. ખરેખર, દિલીપ જોશીએ તેનું વજન 10 કિલો ઘટાડ્યું છે. ભૂતકાળમાં તેનું વજન વધ્યું હતું, ત્યાર બાદ તેને થોડી તકલીફ લાગી અને પછી તેણે વજન ઘટાડવાનું વિચાર્યું. જેઓ સતત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને જોતા હોય તેમણે જેઠાલાલનું વજન ઘટતું જોયું હશે. દિલીપ જોશીના ઘણા ચાહકોને પણ લાગ્યું કે કદાચ દિલીપ બીમાર છે, જેના કારણે તેણે અચાનક વજન ઘટાડી દીધું છે. જોકે વાસ્તવમાં એવું નથી, આની પાછળનું કારણ કંઈક બીજું છે.

આ વાત થોડી જૂની છે. દિલીપ જોશીએ પોતાનું વજન ઘટાડવાનું રહસ્ય જાહેર કર્યું. તેણે પોતાનો આહાર નિયમિત કર્યો હતો. આમ કરીને તેણે પોતાનું વજન 10 કિલો ઘટાડ્યું હતું. ખાવાનો શોખીન હોવાને કારણે શરૂઆતમાં દિલીપ માટે પરેજી પાળવી થોડી મુશ્કેલ હતી, પરંતુ સકારાત્મક પરિણામોએ તેને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યો.

અભિષેક બચ્ચને હાથની સર્જરી બાદ ફરી શરૂ કર્યું શૂટિંગ, કહ્યું : ‘મર્દ કો દર્દ નહીં હોતા’; જાણો વિગત

દિલીપ જોશીએ એક મીડિયા હાઉસ સાથે પોતાના આહાર વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'મારા વ્યસ્ત સમયપત્રકને કારણે મને જિમમાં જવાનો સમય મળતો નથી. એથી મેં યોગ્ય આહાર લેવાનું શરૂ કર્યું, જેણે મને લગભગ 10 કિલો વજન ઘટાડવામાં મદદ કરી. મને લાગે છે કે તંદુરસ્ત જીવનશૈલી ખૂબ મહત્ત્વની છે અને એના માટે વજન ઓછું કરવું પણ મહત્ત્વનું હતું. હકારાત્મક પરિણામથી હું ખૂબ જ ખુશ છું.’

Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Aakhri Sawaal’ Teaser Out: ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવશે સત્ય! સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ થયા રોમાંચિત
Teri Baaton Mein Aisa Uljha Jiya 2: શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ ના સિક્વલ અંગે મોટી જાહેરાત.
Exit mobile version