Site icon

હે માં માતાજી-અત્યાર સુધી દયાબેન ને સિમ્પલ લૂક માં જોવા ટેવાયેલા તેમના ચાહકો દિશા વાકાણી નો આ બોલ્ડ અવતાર જોઈ રહી ગયા દંગ-જુઓ અભિનેત્રી નો વાયરલ વીડિયો

News Continuous Bureau | Mumbai 

અભિનેત્રી દિશા વાકાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને(TMKOC) અલવિદા કહી દીધું હોવા છતાં પણ તે શોના ચાહકોના દિલ પર રાજ કરે છે. આ એ જ શો છે જેણે દિશાને દયાબેન(Dayaben) તરીકે ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી. સામાન્ય રીતે તેના પરંપરાગત અવતાર માટે જાણીતી, દિશાનો(Disha vakani video) એક જૂનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા મોનોકીની પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ દિશાને આ અંગે ટ્રોલ(troll) કરવાનું શરૂ કરી દીધું છે.

Join Our WhatsApp Community

વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ફેન્સના ફની રિએક્શન(funny reaction) પણ જોવા લાયક છે. એક યુઝરે લખ્યું, 'આ જોયા પછી જેઠાલાલ બબીતાજીને ભૂલી જશે.' જ્યારે બીજાએ લખ્યું, 'હે ટપ્પુ કે પાપા…' એક યુઝરે લખ્યું છે કે, 'ચંપક કાકાને હાર્ટ એટેક(heart attack) આવશે.' એક વ્યક્તિએ ટિપ્પણી કરી, 'ટપ્પુ, જેઠા અને બાપુજી શોક્ડ, દયા રોક…'આ વીડિયોમાં દિશા સિલ્વર મોનોકીની ટોપ (silver monokini top)અને મેચિંગ શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. સામાન્ય રીતે તેના ગરબા માટે જાણીતી દિશા આ વીડિયોમાં કેબરે ડાન્સ(dance) જેવા બોલ્ડ સ્ટેપ્સ કરી રહી છે. વીડિયોમાં તેના બોલ્ડ ડ્રેસમાં(bold dress) તેનું પરફેક્ટ ફિગર પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. માનવામાં આવે છે કે આ વીડિયો દિશાના કરિયરના શરૂઆતના દિવસોમાં કરવામાં આવેલી ફિલ્મનો છે.

આ સમાચાર પણ વાંચો: કોવિડ થયા બાદ બદલાઈ ગયું અમિતાભ બચ્ચનનું જીવન-કરવા પડે છે આ કામ-સ્ટાફ વિશે પણ કહી આવી વાત

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી 'તરત મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)ચર્ચામાં છે. તેના સૌથી લોકપ્રિય પાત્રો તારક મહેતા અને દયાબેન બંને શોમાંથી ગાયબ છે. જોકે ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ નિર્માતા અસિત મોદી(Aasit Modi) બંને માટે રિપ્લેસમેન્ટ શોધી શક્યા નથી. વેલ, હવે દિશા વાકાણીનો આ થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version