Site icon

‘તારક મહેતા’…ની સોનુ બની ખૂબ જ સુંદર, એક્ટિંગ છોડીને ઝિલ મહેતા કરી રહી છે હવે આ કામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક ટીવી કોમેડી સિરિયલ છે, જે વર્ષોથી ચાહકોને હસાવી રહી છે. આ સીરિયલમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા લોકોની રમૂજી કહાણી બતાવવામાં આવી છે, જેમાં બધા સાથે રહે છે.ચાહકો આ સિરિયલ ને જેટલી પસંદ કરે છે તેટલા જ તેમાં દેખાતા કલાકારો ને પણ પસંદ  કરે છે. તેથી જ બબીતા ​​જીનો રોલ કરનાર મુનમુન દત્તાથી લઈને દિલીપ જોશી સુધીના દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.આ સીરિયલમાં ઝિલ મહેતાને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી, જે લાંબા સમયથી સોનુના રોલમાં જોવા મળી હતી.ઝિલ મહેતાએ લાંબા સમય પહેલા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દીધું હતું, ત્યારબાદ નિધિ ભાનુશાળીએ આ સિરિયલમાં સોનુના રોલ માટે એન્ટ્રી કરી હતી.આજે અમે તમને ઝીલ મહેતા વિશે જણાવીએ છીએ, જેઓ એક્ટિંગ નહીં પણ કંઈક બીજું કરી રહી છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ઝિલ મહેતાને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. તેણે બાળ કલાકાર તરીકે દર્શકોના દિલ જીતી લીધા હતા અને તેથી જ જ્યારે ઝીલે આ સિરિયલને અલવિદા કહ્યું ત્યારે ચાહકો નાખુશ થઈ ગયા હતા.જોકે, થોડા સમય પહેલા ઝીલે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેના નવા પ્રોફેશન વિશે જાણકારી આપવામાં આવી હતી.ઝિલ મહેતાએ અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું છે અને આ માહિતી તેમની પોસ્ટ દ્વારા જ મળી છે.તેની પોસ્ટમાં ઝિલ લોકોનો મેકઅપ કરતી જોવા મળી હતી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે હવે તે મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે અને તેણે આ ક્ષેત્રને પોતાનું બનાવી લીધું છે.ઝિલ મહેતાની માતા પણ મેકઅપ આર્ટિસ્ટ છે. મેકઅપ આર્ટિસ્ટ હોવા ઉપરાંત, તે એક ખાનગી ઈ-કોમર્સ કંપનીમાં સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે.

શું દયાબેન પછી જેઠાલાલ પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ને કહેવા જઈ રહ્યા છે અલવિદા?જાણો શું કહ્યું અભિનેતાએ

ઝિલ મહેતાએ લગભગ ચાર વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કર્યું છે અને તેની એક્ટિંગને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. જોકે, તેણે પોતાના અભ્યાસ માટે આ સિરિયલ છોડી દીધી હતી. ઝિલ મહેતાએ તેની 10માની પરીક્ષા માટે શોને અલવિદા કહી દીધી હતી.ઝિલ મહેતાનો લુક હવે ઘણો બદલાઈ ગયો છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તે પહેલા કરતા વધુ સુંદર લાગી રહી છે. તેની તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવે છે.

Mouni Roy Restaurant Badmaash: મૌની રોયના રેસ્ટોરાં ‘બદમાશ’માં સામાન્ય માણસ નું નથી કામ! મેનુ અને ભાવ જાણી ઉડી જશે તમારા પણ હોશ
Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વીજ નો ફૂટ્યો ગુસ્સો, જય ભાનુશાલી સાથે અલગ થવા ને લઈને કહી આવી વાત
Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત
Ikkis Trailer Out:ઈક્કીસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અરુણ ખેત્રપાલ ની ભૂમિકા માં દમદાર જોવા મળ્યો અગસ્ત્ય નંદા
Exit mobile version