Site icon News Continuous Bureau | Mumbai

TMKOC Mandar chandwadkar: તારક મહેતા શો છોડવા પર ભીડે માસ્ટર એ કર્યો ખુલાસો, મંદાર ચાંદવાડકર એ શો ને લઈને કહી આવી વાત

TMKOC Mandar chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મંદાર ચાંદવાડકર ભીડે ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.મંદાર ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે તે આ શો છોડી રહ્યો છે. હવે મંદારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા શો વિશે વાત કરી છે.

TMKOC is bhide quitting show mandar chandwadkar reacts on this

TMKOC is bhide quitting show mandar chandwadkar reacts on this

News Continuous Bureau | Mumbai

TMKOC Mandar chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. તારક મહેતા માં મંદાર ચાંદવાડકર ભીડે ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. મંદાર ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે તે આ શો છોડી રહ્યો છે. હવે મંદારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા શો વિશે વાત કરી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Oscar 2025: ઓસ્કાર એવોર્ડ થી ચુકી પ્રિયંકા ચોપરા ની અનુજા, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં

મંદાર ચાંદવાડકર એ શો ને લઈને કરી વાત 

મંદાર ચાંદવાડકર એક પોડકાસ્ટ માં પહોંચ્યો હતો આ દરમિયાન તેને તારક મહેતા શો છોડવા વિશે વાત કરતા જણાવ્યું કે, “સોશિયલ મીડિયાનો આભાર, હું ખરેખર ઈચ્છું છું કે એવો કોઈ કાયદો હોવો જોઈએ જે નક્કી કરે કે સોશિયલ મીડિયા પર કોણ રહી શકે છે. જ્યાં સુધી મારા શો છોડવાની અફવાઓનો સવાલ છે, તે ચેનલો દ્વારા ફક્ત વ્યૂઝ મેળવવા માટે ફેલાવવામાં આવી રહી છે. તે બધું તેમના નાણાકીય લાભ વિશે છે જે તેમના હેન્ડલ પર વધુ સબ્સ્ક્રાઇબર્સ મેળવવા સાથે આવે છે. આવા ખોટા સમાચારોને કારણે, ઘણી વખત મારા પરિવારના સભ્યો મને પૂછતા હતા કે મેં શો છોડવાનું કેમ નક્કી કર્યું, પરંતુ આ સાચું નથી.”


પોતાની વાત ને આગળ વધારતા મંદારે જણાવ્યું કે, “મેં 17 વર્ષથી આ સિરિયલ અને ખુબ એન્જોય કરી છે. અને આજે પણ મને સેટ પર ખૂબ મજા આવે છે. મને મારું પાત્ર કે મારું કામ કંટાળાજનક નથી લાગતું. તેનાથી વિપરીત, શોના કલાકારોમાંથી આપણે બધા એક મજબૂત પરિવાર બની ગયા છીએ જેમાં કોઈ અહંકાર નથી. તેના બદલે, આપણે એકબીજાને વધુ સારું કરવા માટે પ્રેરણા પણ આપીએ છીએ. હું દરરોજ અદ્ભુત રમૂજનો અનુભવ કરું છું. અમારા શોમાં અમને દિગ્ગજો સાથે કામ કરવાની તક મળે છે. અમારા શોને બધાના આશીર્વાદ મળ્યા છે, તેથી જ આટલા ઉતાર-ચઢાવ છતાં, અમે 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છીએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version