Site icon

જેનિફર મિસ્ત્રી એ અસિત મોદી વિરૂદ્ધ નોંધાવ્યું પોતાનું નિવેદન, આટલા કલાક ચાલી અભિનેત્રી ની પૂછપરછ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. શો છોડનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ નિર્માતા વિરુદ્ધ પોતાનું નિવેદન નોંધાવ્યું છે.

tmkoc jennifer mistry recorded her statement against asit modi

જેનિફર મિસ્ત્રી એ અસિત મોદી વિરૂદ્ધ નોંધાવ્યું પોતાનું નિવેદન, આટલા કલાક ચાલી અભિનેત્રી ની પૂછપરછ

News Continuous Bureau | Mumbai

TRP લિસ્ટમાં ટોપ પર રહેલો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં વિવાદોને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, કેટલીક ભૂતપૂર્વ અભિનેત્રીઓએ શોના નિર્માતાઓ પર ઘણા આરોપો લગાવ્યા છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે જેનિફર મિસ્ત્રીએ અસિત કુમાર મોદી પર અનેક આરોપો લગાવ્યા. આ પછી ભૂતપૂર્વ અભિનેત્રી મોનિકા ભદોરિયા ખુલ્લેઆમ સામે આવી છે અને અસિત કુમાર મોદી અને નિર્માતાઓ પર ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. અત્યારે તો નિર્માતાની મુસીબતો ઓછી થતી જણાતી નથી.

Join Our WhatsApp Community

 

 જેનિફરે નોંધાવ્યું નિવેદન 

અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા વિરુદ્ધ પોતાનું નિવેદન નોંધ્યું છે. જેનિફરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘હું મુંબઈ પાછી આવી ગઈ અને પવઈ પોલીસે મને બોલાવી. હું પોલીસ સ્ટેશન ગઈ હતી અને મારું નિવેદન નોંધાવ્યું હતું. હું બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી હતી અને લગભગ 6.15 વાગ્યાની આસપાસ નીકળી હતી. મેં પોલીસને મારી આખી વાત કહી છે. હું લગભગ 6 કલાક ત્યાં હતી. જેનિફરે કહ્યું કે હવે પોલીસે તેમનું કામ કરવાનું છે. તે જ સમયે, પોલીસે કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ ફરીથી બોલાવશે. જેનિફર કહે છે કે તેણે પોતાનું કામ પૂરું કરી લીધું છે. તેણે પોલીસના દરેક સવાલના જવાબ આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો: વૈભવી ઉપાધ્યાયના મંગેતર જય ગાંધીએ તોડ્યું મૌન, જણાવી દર્દનાક અકસ્માતની વાર્તા

જેનિફરે લગાવ્યો હતો આ આરોપ 

તમને જણાવી દઈએ કે, જેનિફરે અસિત, સોહેલ અને જતિન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, જેના પછી પ્રોડક્શન હાઉસે તેને સેટ પર દુર્વ્યવહાર, અપમાનજનક અને અનુશાસનહીન મહિલા ગણાવી હતી. તે જ સમયે, શોના કેટલાક અન્ય કલાકારોએ પ્રોડક્શન હાઉસના આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. જેનિફર બાદ મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજાએ પણ વાત કરી અને જેનિફરને સપોર્ટ કર્યો. બધાએ સેટ પર માનસિક શોષણ વિશે વાત કરી હતી.

Amitabh Bachchan: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતતા ખુશી થી ઝૂમી ઉઠ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા
Women’s World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો પ્રથમ વર્લ્ડ કપ, સ્ટેડિયમ માં ખુશીથી ઝૂમી ઉઠ્યા નીતા અંબાણી અને આકાશ અંબાણી
Naagin 7: એકતા કપૂરની ‘નાગિન 7’ ના ચહેરા પર થી ઉઠ્યો પડદો, આ અભિનેત્રી બનશે નવી નાગિન
Shahrukh khan: મન્નત નહીં, આ જગ્યા એ ફેન્સને મળ્યો શાહરુખ ખાન, જન્મદિવસે આપી ખાસ ઝલક
Exit mobile version