Site icon

શા માટે OTT પર કામ નથી કરતા તારક મહેતા ના ‘જેઠાલાલ’? દિલીપ જોશી એ આપ્યો આ જવાબ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે આટલા લાંબા સમયથી OTT પર કેમ કામ નથી કરી રહ્યો? દિલીપના જવાબે ચાહકોનું દિલ જીતી લીધું.

TMKOC jethalal aka dilip joshi reveals why not working on ott

શા માટે OTT પર કામ નથી કરતા તારક મહેતા ના 'જેઠાલાલ'? દિલીપ જોશી એ આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટર દિલીપ જોશી ‘જેઠાલાલ’ના નામથી દરેક ઘરમાં લોકપ્રિય બની ગયા છે. ટીવીની દુનિયામાં પ્રવેશતા પહેલા ‘જેઠાલાલે’ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે છેલ્લા 17 વર્ષથી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સંકળાયેલો છે અને દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે, પરંતુ તેણે ક્યારેય OTT પર સાહસ કર્યું નથી. આનું કારણ પૂછતાં દિલીપ જોષીએ જે કહ્યું તે સાંભળીને તમે તેમના વખાણ કરતાં થાકશો નહીં.

Join Our WhatsApp Community

 

OTT પર કામ ના કરવા વિશે દિલીપ જોશી એ કહી આ વાત 

દિલીપ જોશી OTT કન્ટેન્ટ વિશે તેઓ શું વિચારે છે અને શા માટે તેમણે હજુ સુધી OTTમાં સાહસ કર્યું નથી તે વિશે વાત કરે છે. દિલીપ જોશીએ કહ્યું, “જ્યારે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ મળ્યું, ત્યારે મેં વિચાર્યું ન હતું કે આ શો આટલો લાંબો ચાલશે કે આટલો લોકપ્રિય થશે. આ દિવસોમાં OTT પર આટલું બધું અદ્ભુત કન્ટેન્ટ છે. જો મને સારી ઓફર મેં તો  તે સારી બાબત છે. પરંતુ કોઈ કારણ વગર OTT પર ઘણી બધી ગાળો બોલાય  છે. તે મારા માટે એક મોટી ખામી છે.”દિલીપ જોશીએ કહ્યું, “ગાળો એક મોટી સમસ્યા છે. હું ગાળો બોલી શકીશ નહીં. આવા ઘણા સારા શો છે જેમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખબર નથી કેમ? શું નિર્માતાઓ માટે આ પ્રાથમિકતા બની ગયો છે?” ગયો છે?”

 

અપશબ્દો ને કારણે દિલીપ જોશી એ ઠુકરાવ્યો હતો કોમેડી સર્કસ નો રોલ  

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખૂબ જ સ્વચ્છ અને પારિવારિક પ્રકારનો શો છે. દિલીપ જોશીએ જણાવ્યું કે તેમને TMKOC પહેલા ‘કોમેડી સર્કસ’ની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે બીલો ધ બેલ્ટ જોક્સને કારણે તેને નકારી કાઢી હતી.દિલીપ જોશીએ કહ્યું, “મારી પાસે કામ ન હતું અને તે શો મને સારા પૈસા ઓફર કરતો હતો. પરંતુ મેં આ શો ન કર્યો કારણ કે હું હંમેશા એવો શો કરવા માંગતો હતો જે હું પોતે મારા પરિવાર સાથે જોઈ શકું.” 

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ
Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ
Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો
Exit mobile version