Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નું આ મહત્ત્વનું પાત્ર જેને આજ સુધી કોઈએ જોયું નથી ; જાણો કોણ છે તે કેરેક્ટર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર 

 

ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રને દર્શકો ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિનું જોરદાર ફેન ફોલોઈંગ છે. શોમાં જેઠાલાલ અને દયાબેનની જોડીને દર્શકો ખૂબ પસંદ કરે છે.આ શોના દરેક પાત્ર, પછી તે બબીતા ​​જી, અબ્દુલ, બાઘા, નટ્ટુ કાકા, સુંદરલાલ, બાપુજી હોય, દર્શકોએ તે બધા ને જોયા છે, પરંતુ આ શોમાં એક એવું પાત્ર છે, જે દર્શકોએ આજ સુધી જોયું નથી. માત્ર અને માત્ર તેનું નામ જ સાંભળ્યું છે .

દર્શકે તે પાત્રનું નામ સાંભળ્યું છે, તેના તમામ ગુણોથી વાકેફ છે. એટલું જ નહીં ગોકુલધામ સોસાયટીની સાથે આખી દુનિયા તેમને ઓળખે છે. તેઓ એક મહાન સામાજિક કાર્યકર છે. આ સંકેતો પરથી તમે અનુમાન લગાવ્યું હશે કે અમે બીજા કોઈની નહીં પણ દયાબેનના માતા જીવબેનની વાત કરી રહ્યા છીએ. શોમાં જેઠાલાલની સાસુનો ઉલ્લેખ ઘણી વખત થયો છે.દયાની માતાએ પણ દરેક મુસીબતમાંથી બધાને બચાવ્યા છે, પરંતુ આજ સુધી તેને કોઈએ જોયા નથી. બધા જાણે છે કે તે અમદાવાદમાં રહે છે અને સમાજ સેવાનું કામ કરે છે. તમામ ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ તેની એક ઝલક જોવા માંગે છે.

મુનમુન દત્તાને ડેટ કરવાની અફવાઓ વચ્ચે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના 'ટપ્પુ' વિશે આવ્યું નવું અપડેટ; જાણો વિગત

જો કે હવે દયાબેન પણ શોમાં જોવા મળતા નથી. મેટરનિટી લીવ પર ગયેલી દિશા વાકાણી હજુ પરત આવી નથી. તેના ચાહકો તેને ખૂબ જ મિસ કરે છે અને તેના પુનરાગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના લેટેસ્ટ એપિસોડમાં પોપટલાલના લગ્નની ચર્ચા છે. તેના માટે બે સંબંધો આવ્યા છે. જે અંગે પત્રકાર પોપટલાલ ખૂબ જ ખુશ છે.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version