Site icon

તારક મહેતા ના 14 વર્ષ પુરા-આ અવસર પર જાણો શો સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 28 જુલાઈના રોજ 14 વર્ષ પૂરા કરી લીધા છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) એ ભારતીય ટેલિવિઝનના(Indian television) લોકપ્રિય શોમાંનો એક છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આ સુપ્રસિદ્ધ શોનો એકેય એપિસોડ ન જોયો હોય.હાસ્યથી ભરપૂર આ શો લાંબા સમયથી દર્શકોનું મનોરંજન જ નથી કરી રહ્યો, પરંતુ આ શો દ્વારા ઘણા ગંભીર મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.આ અવસર પર અમે તમને આ શો સાથે જોડાયેલી એવી વાતો જણાવીએ જે કદાચ તમે નહીં જાણતા હોવ. 

Join Our WhatsApp Community

– જેઠાલાલની પત્ની દયા અને તેનો વીરો સુંદર રિયલ લાઈફ(real life) માં પણ ભાઈ-બહેન છે.હાલ આ બંને પાત્રો શો માંથી ગાયબ છે. 

– જેઠાલાલ એટલે કે દિલીપ જોશી(Dilip Joshi) શો માં તેમના બાપુજી નું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ કરતા ઉંમર માં મોટા છે. 

– જેઠાલાલના પુત્રની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધી(Bhavya Gandhi) શોમાં બાકીના બાળ કલાકારોની તુલનામાં સૌથી વધુ પગાર મેળવનાર હતો. ભવ્ય, જે 8 વર્ષથી શોનો ભાગ હતો, તેને એક એપિસોડ માટે 10 હજાર મળતા હતા.

– તારક મહેતા શોનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guines world record)સામેલ થવા જઈ રહ્યું છે.ટીવીના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ચાલનાર શો તારક મહેતાએ 3000 એપિસોડ પૂરા કર્યા છે. અગાઉ આ શોનું નામ લિમ્કા બુકમાં પણ સામેલ થઈ ચૂક્યું છે

– શોના સેટની વાત કરીએ તો શું તમે ક્યારેય નોંધ્યું છે કે જેઠાલાલના રૂમથી કિચન સુધી જવાનો કોઈ રસ્તો નથી.તે રૂમ પણ સીન પ્રમાણે એડજસ્ટ (adjust)થાય છે. બાથરૂમનું દ્રશ્ય બતાવતી વખતે ક્યારેક નાનું તો ક્યારેક મોટું બતાવવામાં આવે છે.

– આ સાથે અમે તમને જેઠાલાલ, સોઢી અને અબ્દુલની દુકાનની વાસ્તવિકતા પણ જણાવીએ.શોમાં બતાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ પોતપોતાનું ઘર છોડીને અલગ-અલગ લોકેશન (location)પર જાય છે.જ્યારે વાસ્તવમાં દુકાનનો આ ભાગ પણ આ જ ડમી ગોકુલધામ સોસાયટી સાથે બનાવવામાં આવ્યો છે. અબ્દુલ અને સોઢીની દુકાનનો સેટ એકસાથે બનેલો છે. જે કેમેરાની મદદથી વાસ્તવિક બતાવવામાં આવે છે. 

– મુંબઈમાં (Mumbai)ગડા ઈલેક્ટ્રોનિક્સ (Gada electronics)નામની ચોક્કસ દુકાન છે અને જેઠાલાલ અહીંથી તેનું શૂટિંગ કરે છે. આ દુકાન ખરેખર શેખર ગડિયારની છે, જ્યારે પણ શૂટિંગ કરવાનું હોય ત્યારે આ દુકાન ભાડે લેવામાં આવે છે.પહેલા આ દુકાનનું નામ ગડિયાર ઈલેક્ટ્રોનિક્સ હતું, પરંતુ લોકપ્રિયતા જોઈને આ દુકાનનું નામ બદલીને ગડા ઈલેક્ટ્રોનિક્સ કરવામાં આવ્યું.

– આ શોના ડિરેક્ટર અસિત મોદી છે, પરંતુ તેઓ પોતે કહે છે કે આ શોના ઘણા ક્રિએટિવ કોન્સેપ્ટ (creative concept)દિલીપ જોશી એટલે કે જેઠાલાલે આપ્યા છે. બબીતા ​​જીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાને પણ દિલીપ દ્વારા રજૂ કરવામાં આવી હતી. દિલીપ જોશી અને મુનમુન દત્તા અગાઉ હમ સબ બારાતી સિરિયલમાં સાથે કામ કરી ચૂક્યા છે. 

– અય્યરના રોલ નો આઈડિયા(idea) પણ દિલીપ જોશીનો જ હતો. આ ભૂમિકા ભજવનાર તનુજ મહાશબ્દે પહેલા તારક મહેતાની સ્ક્રિપ્ટ લખતા હતા. 

– જતીન બજાજ એટલે કે ભૈલુ, જે જેઠાલાલના સાળાના મિત્રનો રોલ કરે છે, તે શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર(executive producer) પણ છે. 

– ચાલુ પાંડેનું પાત્ર ભજવતા દયા શંકર પાંડે પણ તેના સર્જનાત્મક સલાહકારોમાંના(creative) એક છે.

આ સમાચાર પણ વાંચો : પારસ કલનાવત ની એક્ઝીટ સાથે જ અનુપમાના નિર્માતાઓને મળ્યો નવો સમર શાહ- આ અભિનેતાને મળી ઓફર

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version