Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જેઠાલાલ નહીં,પરંતુ આ છે ‘ગડા ઈલેક્ટ્રોનિક’ના અસલી માલિક; જાણો વિગત ,જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

શનિવાર

સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોના ફેવરિટ શોમાંથી એક છે. આ શોનું દરેક પાત્ર લોકોનું પ્રિય છે. આ બધા માંથી  લોકોનું એક પ્રિય પાત્ર છે જેઠાલાલ ચંપકલાલ ગડા નું જે ગોરેગાંવની ગોકુલધામ સોસાયટીમાં રહે છે. જેઠાલાલ ના દિવસ ની શરૂઆત તેની દુકાન થી થાય છે અને દિવસ નો અંત પણ ગડા ઇલેકટ્રોનિક્સ થી જ થાય છે જેઠાલાલને જલેબી ફાફડા જેટલા પસંદ છે તેટલી જ તેમને તેની દુકાન પણ પસંદ છે.પરંતુ શું તમે જાણો છો કે ગડા ઈલેક્ટ્રોનિક્સના અસલી માલિક કોણ છે?

તારક મહેતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ગણતંત્ર દિવસ પર 'ગડા ઈલેક્ટ્રોનિક્સ'નો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ શોરૂમ કોઈ સીરીયલ શૂટ સેટ નથી પરંતુ એક વાસ્તવિક દુકાન છે. આ દુકાનના માલિકનું નામ શેખર ગડિયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.હવે તે શૂટિંગ માટે તેની દુકાન ભાડે આપે છે. રિપોર્ટ્સ અનુસાર, પહેલા તેનું નામ શેખર ઈલેક્ટ્રોનિક્સ હતું પરંતુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પછી આ દુકાન એટલી લોકપ્રિય થઈ ગઈ કે તેણે તેનું નામ બદલીને 'ગડા ઈલેક્ટ્રોનિક્સ' કરી દીધું.આ વીડિયોમાં શેખર ગડિયાર પ્રજાસત્તાક દિન નિમિત્તે પોતાની દુકાનને શણગારેલી બતાવી રહ્યા છે. ગેટ પર માસ્ક નહીં તો પ્રવેશ નહિ તેવું જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરની હાલતમાં સુધારો, છતાં હજુ પણ રહેશે ડોક્ટરોની દેખરેખમાં; જાણો હાલ કેવી છે તેમની તબિયત

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોનું ટેલિકાસ્ટ 28 જુલાઈ 2008ના રોજ શરૂ થયું હતું. તે સૌથી લાંબી ચાલતી ભારતીય સિટકોમ છે. આ શોએ ભૂતકાળમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ શોએ સફળતાપૂર્વક 3000 એપિસોડ પૂરા કર્યા છે. ટીવી પર સૌથી લાંબો સમય ચાલતો શો હોવાના કારણે આ શોએ ટૂંક સમયમાં જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે.શોના લોકપ્રિય ચહેરાઓમાં દિલીપ જોશી, અમિત ભટ્ટ, સુનૈના ફોજદાર, તનુજ મહાશબ્દે, મુનમુન દત્તા, મંદાર ચંદવાડકર, સોનાલિકા જોશી, ઘનશ્યામ નાયક, પલક સિધવાણી, રાજ અનડકટ અને શ્યામ પાઠકનો સમાવેશ થાય છે. 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version