Site icon

જેઠાલાલનું જૂઠ માત્ર બાપુજી જ નહીં, ગોકુલધામવાસીઓ સામે પણ આવી ગયું, બાપુજી ગુસ્સાથી લાલપીળા થઈ ગયા; જાણો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું જૂઠ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

અરે શું… મહેતાસાહેબ પાસેથી આ અપેક્ષા નહોતી. તેઓ જેઠાલાલની ફાયર બ્રિગેડ હતા, જે દરેક મુશ્કેલીમાં તેમની પડખે ઊભા રહ્યા છે અને તેમની દરેક સમસ્યાનું સમાધાન પણ શોધી કાઢતા. થોડા સમય પહેલાંની જ વાત છે જ્યારે મહેતાસાહેબે જેઠાલાલ માટે પોતાની નોકરી પણ દાવ પર લગાવી  દીધી હતી, તો આજે અચાનક શું થયું કે મહેતાસાહેબે આ બધું કર્યું. આવી અપેક્ષા જેઠાલાલને તો શું, આપણને પણ નહોતી. જેઠાલાલના શ્રેષ્ઠ મિત્ર મહેતાસાહેબે તેમની સાથે દગો કર્યો છે, તેમનું વચન તોડ્યું છે. એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું આગામી સપ્તાહ જબરદસ્ત ધમાલ મચાવનારું છે.

જો તમને આ મામલો સમજાયો નથી તો ચાલો તમને આખો મામલો જણાવીએ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોકુલધામ સોસાયટીમાં આ દિવસોમાં રસીકરણ શિબિર ચાલી રહી છે. જેમાં કોવિડની રસી બધાને આપવામાં આવી રહી છે, પરંતુ જેઠાલાલને સોયનો ડર લાગે છે, એથી તેમણે તાવ હોવાનો ડોળ કરીને રસી ટાળવાનો પ્રયાસ કર્યો છે. મહેતાસાહેબ આ વાત જાણતા હતા, પણ જેઠાલાલે બાપુજીને કહેવાની ના પાડી હતી. છતાં મહેતાસાહેબે જેઠાલાલનું જુઠ્ઠું માત્ર બાપુજી જ નહીં, બધા ગોકુલધામવાસીઓ સામે કહ્યું. જેના કારણે હવે બાપુજી ગુસ્સાથી લાલ અને પીળા થઈ ગયા છે.

ભાગ્યે જ કોઈનાં વખાણ કરતી કંગના રનૌતે કરણ જોહરની 'શેરશાહ'નાં કર્યાં વખાણ, કારગિલ યુદ્ધના શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે આ ફિલ્મ

હવે પ્રશ્ન એ છે કે બાપુજી જેઠાલાલનું શું કરશે? હવે જેઠાલાલે ઇન્જેકશન લેવું પડશે, પણ એ પહેલાં તેમણે જૂઠું બોલવાની સજા ભોગવવી પડશે. કદાચ બાપુજી તેમને થોડી સજા પણ આપશે. ઠીક છે, ગમે એ હોય પણ એક વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં, તારક મહેતા શોમાં ઘણી મજા આવશે, કારણ કે પ્રેક્ષકોને મનોરંજનનો ડબલ ડોઝ મળશે.

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version