Site icon

જેનિફર મિસ્ત્રી ના ગંભીર આરોપો બાદ મુંબઈ પોલીસ આવી હરકત માં, કરશે આ કાર્યવાહી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનો રોલ કરનાર અભિનેત્રીએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવ્યા બાદ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

tmkoc mumbai police register fir against producer asit modi complaint by actress jennifer mistry

જેનિફર મિસ્ત્રી ના ગંભીર આરોપો બાદ મુંબઈ પોલીસ આવી હરકત માં, કરશે આ કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનની ભાભી નો રોલ કરનારી જેનિફર મિસ્ત્રી એ અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે મુંબઈ પોલીસને લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીની ફરિયાદ મુજબ નિર્માતા અસિત કુમાર મોદી અને કેટલાક ક્રૂ મેમ્બર્સ દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. નિર્માતાઓ પર આરોપ લગાવતા અભિનેત્રીએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. હવે યૌન ઉત્પીડન મામલામાં મુંબઈ પોલીસ નું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ અભિનેત્રીની ફરિયાદ નોંધવાના સમાચારની પુષ્ટિ કરી છે અને સાથે જ કહ્યું છે કે તેઓએ આ મામલે તપાસ શરૂ કરી છે.

Join Our WhatsApp Community

 

અસિત મોદીની પ્રતિક્રિયા આવી સામે 

યૌન ઉત્પીડનના આરોપો પર અસિત મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. તે મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેની સેવાઓ સમાપ્ત કરી દીધી છે, તેથી તે પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.આ સિવાય શોમાં આત્મારામ ભીડેનું પાત્ર ભજવતા અભિનેતા મંદાર ચંદાવરકરે પણ અભિનેત્રી દ્વારા નિર્માતાઓ પર લગાવેલા આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. મને એ પણ ખબર નથી કે તેમની વચ્ચે શું છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version