Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ પુરા કર્યા 14 વર્ષ-શો ના નિર્માતા એ શો વિશે કરી ખુલી ને વાત-સિરિયલ માં આવશે આ બદલાવ

News Continuous Bureau | Mumbai

ટેલિવિઝન નો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ને ૧૪ વર્ષ પૂર્ણ થયા છે અને શૉ ૧૫મા વર્ષમાં પ્રવેશી ચુક્યો છે.આ શો છેલ્લા 14 વર્ષ થી દર્શકો નું મનોરંજન કરતો આવ્યો છે. આજે પણ ટીઆરપી લિસ્ટ (TRP list)માં આ શો આગળ છે. આવામાં એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં શો ના નિર્માતા અસિતકુમાર મોદી (Asit kumar Modi)એ આ શો અંગે અમુક ખુલાસા કર્યા છે. 

Join Our WhatsApp Community

વાતચીત દરમિયાન આસિત મોદીએ કહ્યું કે “આ અમારા માટે ખૂબ જ આનંદની ક્ષણ છે કે શૉએ આ સિદ્ધિ મેળવી છે. આ દર્શકોના પ્રેમ અને ટીમવર્કને (teamwork)આભારી છે. દર્શકો સુધી સારી મનોરંજક વાર્તા અમે રોજ આપતા રહીએ તેવા લક્ષ્ય સાથે અમારા નિર્દેશકો, લેખકો, અભિનેતા અને ક્રૂ સતત મહેનત કરે છે.”આ શો માં વાર્તા ને લઈને કે તેના પાત્રો ને લઇ ને શૉમાં કોઈ બદલાવ જોવા મળશે? આ સવાલનો જવાબ આપતા અસિત મોદી એ જણાવ્યું કે, “આ શૉ અને શૉના દરેક પાત્ર લોકોનાં હૃદયમાં સ્થાન ધરાવે છે. એટલે બદલાવ તો નહીં, પરંતુ હંમેશા કંઈક નવું લાવવાનો પ્રયાસ ચાલુ રહેશે. આગામી દિવસોમાં ગોકુલધામ નિવાસીઓ(Gokuldham) ક્યાંક ફરવા જઈ શકે, તો ટપ્પુ સેનાનો (Tapusena)પણ નવો અંદાજ દર્શકોને જોવા મળશે. સાથે જ શૉમાં નવા પાત્રો પણ ઉમેરીશું.”

આ સમાચાર પણ વાંચો : શું પારસ કલનાવત પછી અનુપમા નું આ મુખ્ય પાત્ર પણ કહેશે શો ને અલવિદા- શો છોડવા અંગે નિર્માતા ને આપી આ હિન્ટ

હવે સિરિયલ માં એ જોવાનું રહશે કે ગોકુલધામ વાસીઓ ક્યાં ફરવા જશે તેમજ ટપુ સેના માં શું  બદલાવ આવશે અને મહત્વની વાત તો એ છે કે શું શો માં નવી દયાભાભી(Dayabhabhi) જોવા મળશે કે કેમ? એ તો આપણને શો જોઈશું ત્યારે જ ખબર પડશે. 

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version