Site icon News Continuous Bureau | Mumbai

TMKOC Upcoming Twist: TMKOC ટ્વિસ્ટ: ઝાડ પર ફસાયા ચંપક ચાચા, આખી ગોકુલધામ સોસાયટીમાં મચ્યો હંગામો; જાણો કેવી રીતે આવશે નીચે?

TMKOC Upcoming Twist: ચાચાજીને શોધવા નીકળેલા પોપટલાલ અને ભીડેના ઉડ્યા હોશ; ટપ્પુ સેનાએ ચાચાજી સુધી પાણી પહોંચાડવા લગાવ્યા અજીબ જુગાડ

TMKOC Upcoming Twist: Champak Chacha stuck on a tree; Chaos in Gokuldham as Bhide and Tapu Sena struggle to rescue him

TMKOC Upcoming Twist: Champak Chacha stuck on a tree; Chaos in Gokuldham as Bhide and Tapu Sena struggle to rescue him

News Continuous Bureau | Mumbai

TMKOC Upcoming Twist: ગોકુલધામ સોસાયટીમાં દરરોજ નવી નવી મુસીબતો આવતી હોય છે, પણ આ વખતે મામલો ઘણો ગંભીર અને રમુજી છે. ચંપક ચાચા અચાનક ગાયબ થઈ જતાં આખી સોસાયટીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે, ટૂંક સમયમાં જ ખબર પડે છે કે ચાચાજી કોઈ મોટી મુસીબતમાં નહીં પણ એક ઝાડ પર અટવાઈ ગયા છે. આ સમાચાર સાંભળતા જ ટપ્પુ સેના અને ભીડે તેમની મદદ માટે દોડી જાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : KBC 17: KBC ના મંચ પર બચ્ચન પરિવારનો જમાવડો: બિગ બીએ દોહિત્ર અગસ્ત્યની ખેંચી ટાંગ, શ્વેતા અને નવ્યા પણ શોમાં જોડાશે

પોપટલાલે શોધી કાઢ્યા ચાચાજીને

પોપટલાલ જ્યારે સોસાયટીની બહાર ચાલતા જતા હોય છે, ત્યારે ઝાડ પરથી એક ડાળખી નીચે પડે છે. ઉપર જોતા જ પોપટલાલને ચંપક ચાચા દેખાય છે. તે તાત્કાલિક ભીડે અને ટપ્પુ સેનાને જાણ કરે છે. ચાચાજીને હેમખેમ જોઈ બધાને રાહત તો થાય છે, પણ તેમને નીચે કેવી રીતે ઉતારવા તે મોટો પ્રશ્ન બની જાય છે.ચાચાજી ઉપર ભૂખ અને તરસથી બેહાલ થતા હોય છે. ટપ્પુ તેમને નીચે ઉતારવા ઝાડ પર ચઢવાની કોશિશ કરે છે, પણ તે લપસીને નીચે પડી જાય છે. ત્યારબાદ ટપ્પુ સેના ચાચાજી સુધી પાણીની બોટલ પહોંચાડવા માટે ફેંકે છે, પણ તે બોટલ ચાચાજીના હાથમાં વાગે છે, જેનાથી ચાચાજી ગુસ્સે થઈ જાય છે. અંતે બાળકો મગજ લડાવીને કોઈક રીતે પાણી પહોંચાડે છે.


આ હંગામા વચ્ચે માધવીનો ફોન ભીડે પર આવે છે. ભીડે જેવો માધવીને કહે છે કે “ચાચાજી ઝાડ પર ચઢી ગયા છે”, ત્યારે ચાચાજી ઉપરથી જ ભીડે પર ભડકી જાય છે. હવે જોવાનું એ રહેશે કે શું અબ્દુલ કે જેઠાલાલ આવીને ચાચાજીને નીચે ઉતારવામાં સફળ રહેશે કે પછી ચાચાજી આખી રાત ઝાડ પર જ વિતાવશે?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Akshaye Khanna Mahakali Movie ફિલ્મ ‘મહાકાલી’માં ‘શુક્રાચાર્ય’ના રોલમાં નજર આવશે અક્ષય ખન્ના, આ તારીખે જોવા મળી શકે છે પહેલી ઝલક
Exit mobile version