Site icon

 આજકાલ શું કરે છે તારક મહેતાના ‘નટુ કાકા’? કોરોના ને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેવા હાલ? જાણો અહીં…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 26 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ઘાતક પુરવાર થઇ રહી છે. ઘણા રાજ્યોમાં, કોરોનાનું સંક્ર્મણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના સંક્રમણને ઘટાડવા માટે, મહારાષ્ટ્ર સરકારે  રાજ્યમાં લોકડાઉન લાગુ કર્યું છે. આ લોકડાઉનની અસર ટીવી સિરિયલો અને ફિલ્મ્સના શૂટિંગ પર પડી છે. હાલ અનેક ફિલ્મો અને ટીવી સીરિયલ્સનું શૂટિંગ બંધ છે. જેઓ નાની ભૂમિકા ભજવે છે તેમની પાસે કામ નથી અને આને કારણે તેઓ આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. નટ્ટુ કાકા એટલે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ઘનશ્યામ નાયક ની પણ આવી જ પરિસ્થિતિમાં છે.

કોરોનાએ લોકોને ઘરોમાં રહેવા મજબૂર કર્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક પણ ઘરે છે. તાજેતરમાં જ અભિનેતાએ હાલની સ્થિતિ અંગે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક મહિનાથી ઘરે છે અને શુટિંગ માટે પણ તેમનો નંબર આવ્યો નથી. તેઓ રાહ જોઈ રહ્યા છે કે તેમને તારક  મહેતા સીરિયલના શુટિંગ માટે ક્યારે બોલાવશે.   

 

વધુમાં નટ્ટુ કાકાએ જણાવ્યું હતું કે હું મારા ઘરમાં જ છું અને મારો પરિવાર પણ એ વાત પર ભાર મૂકે છે કે હું ઘરની બહાર ન નીકળું. હું ક્યાંય જતો નથી. પરંતુ સેટ પર વાપસી કરવા અને ફરીથી કામ કરવા માટે બેતાબ છું. ક્યાં સુધી મારે કામથી દૂર આ રીતે આઈસોલેશનમાં રહેવું પડશે. વાયરસના કારણે મારા માટે એ મુશ્કેલ બની ગયું છે. હું સિનિયર એકટર્સના સેફ્ટી પ્રોટોકોલ્સ સમજી શકું છું પરંતુ મારું મગજ અને શરીર બંને કામ કરવા માંગે છે.

મુંબઇમાં કડક પ્રતિબંધો કામ લાગ્યા, શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં થયો સતત ઘટાડો
 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ શોમાં ગોલીની ભૂમિકા ભજવતા ચાઈલ્ડ એક્ટર કુશ શાહ સહિત કેટલાક કલાકારો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, નટ્ટુ કાકા ફરી શોમાં જોવા મળશે કે નહીં અને ક્યારે જોવા મળશે.  

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version