News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Bachchan આજે વિશ્વ સુંદરી એશ્વર્યાનો જન્મ દિવસ, એક સમયે મેડિસીન વર્લ્ડમાં કરીયર બનાવવા માંગતી હતી એશ- જુઓ ફોટોઝ અને વાંચો જીવનની ખાસ વાતો

આજે 1973માં જન્મેલી એશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડના સૌથી મોટા પરિવાર માનવામાં આવતા બચ્ચન પરિવારની પુત્રવધુ છે, જેનો જન્મ દિવસ છે...

aishwariya rai bacchan

News Continuous Bureau | Mumbai 

આજે 1973માં જન્મેલી એશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડના સૌથી મોટા પરિવાર માનવામાં આવતા બચ્ચન પરિવારની પુત્રવધુ છે. આજે તેનો જન્મદિવસ(Birthday) છે. પોતાની ખૂબસૂરતીને કારણે અને મૃદુતાને કારણે લોકોમાં ખાસ સ્થાન બનાવનારા એશ્વર્યા વિશે ખાસ વાતો…

Rare photos of Aishwarya Rai and her family | Aishwarya rai, Aishwarya rai family photos, Actress aishwarya rai

Join Our WhatsApp Channel
એશ્વર્યા રાય બચ્ચન(Aishwarya Rai Bachchan) પોતે એક તુલુ પરિવારની દીકરી છે. એશ્વર્યા કર્ણાટકાના મેગ્લોરમાં જન્મીને મોટી થઈ છે.તેની માતૃભાષા તુલુ છે. તેના પિતા ક્રિષ્ણરાજ મરિન બાયોલોજિસ્ટ છે જ્યારે માતા હાઉસવાઈફ છે. તેને એક મોટો ભાઈ પણ છે જે મર્ચન્ટ નેવીમાં એન્જિનીયર છે.

મુંબઈની આર્ય વિદ્યા મંદિર હાઈ સ્કૂલ તેમજ જય હિન્દ કોલેજથી તેણે તેનું ભણતર પુરુ કર્યું છે.તેણે ક્લાસિકલ ડાન્સ અને મ્યુઝિકની ટ્રેનિગ પણ લીધેલી છે.

એશ્વર્યાનો પસંદગીનો વિષય ઝુલોજી હતો તેથી તેણે મેડિસીન વર્લ્ડ(world of medicine)માં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું હતું પણ બાદમાં મોડલિંગ તરફ તે વળી હતી.

 

તે અત્યાર સુધીમાં 3 વખત વોગ મેગેઝિનના કવર પેજ પર ચમકી ચુકી છે. કોકાકોલા, લેક્મે કોસ્મેટિક્સ, કેસિઓ પેજર, ફિલિપ્સ, પામઓલિવ, લક્સ સોપ, ફુજી ફિલ્મ, ડિ બિઅર ડાયમન્ડ જેવી ઘણી જ પ્રોડક્ટનું એડવર્ટાઈઝમેન્ટ કરી ચુકી છે.

ઐશ્વર્યા મિસ ઇન્ડિયા રનઅપ બન્યા બાદ, 1994માં તેણે મિસ વર્લ્ડ (Miss World 1994) નો તાજ જીત્યો હતો. ત્યાર બાદ તેણે તમિલ ફિલ્મ ઈરુવર (1997)થી ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું અને હિન્દી ફિલ્મ જીન્સ (1998)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.અત્યાર સુધીમાં 40થી વધુ હિન્દી, ઈન્ગલિશ, તેલુગુ, તમિલ અને બેંગોલી ભાષામાં ફિલ્મો કરી ચુકી છે.

અંગત જીવનની વાત કરીએ તો 1999માં તે સલમાન ખાન(Salman Khan)ને ડેટ કરતી હતી. તેમના સંબંધોની ચર્ચા બોલિવૂડના સૌથી મોટી સનસની બનતી હતી. આ જોડી 2001માં છુટી પડી ગઇ. 

ઉલ્લેખનીય છે કે, એશ્વર્યા અભિષેક(Abhishek Bachchan)ને પહેલી વખત વર્ષ 1997માં મળી હતી. 14 જાન્યુઆરી,2007નાં દિવસે અભિષેક-એશ્વર્યાની સગાઈ થઈ હતી.

આ જોડી 20 એપ્રિલ, 2007ના દિવસે પરણી હતી. તેમનાં લગ્ન પહેલા પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી જોકે આજે તેઓ એક સફળ કપલ માનવામાં આવે છે. એશ્વર્યા 2 વખત ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી ચુકી છે. તે 11 વખત નોમિનેટ થઈ છે.

તે ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ એકેડમી એવોર્ડ, સ્ટાર સ્ક્રિન એવોર્ડ અને ઝી સિને એવોર્ડ જેવા ઘણાં એવોર્ડ જીતી ચુકી છે. વર્ષ 2009માં તે પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

 

વર્ષ 2001માં ફોર્બે તેને ભારતની સૌથી સફળ 5 મહિલાઓમાં સ્થાન આપ્યું હતું. 

એશે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં 16મી નવેમ્બર 2011 રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. અત્યાર એશ્વર્યા અને અભિષેક પોતાની દીકરી આરાધ્યા (Aaradhya Bachchan) સાથે સારો સમય વિતાવે છે. 

 

આ સમાચાર પણ વાંચોઃ World Vegan Day: આજે વર્લ્ડ વીગન ડે, અનેક સેલેબ્સ ફોલો કરે છે વીગન ડાયટ, જાણો વિગત 
Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version