Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક વદ આઠમ છે

todays horoscope today 12 november 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 12 november 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક વદ આઠમ

 

“દિન મહીમા”

કાલાષ્ટમી, કાલભૈરવાષ્ટમી, પ્રથમાષ્ટમી, કાલભૈરવ જયંતિ, સ્વામી.મંદિર પાટો.-વિદ્યાનગર, ગોવિંદ રાયજી ઉત્સવ-નાથદ્રારા, વૈધૃતિ મહાપાત ૦૯:૩૨ સુધી, રાષ્ટ્રીય પક્ષી દિન 

 

“સુર્યોદય” – ૬.૪૫ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૨૩ થી ૧૩.૪૭

 

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૮.૩૪)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૩૪ સુધી કર્ક ત્યારબાદ સિંહ રાશી રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૮.૩૪)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૮.૩૪)

સાંજે ૬.૩૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૬.૪૫ – ૮.૧૦

અમૃતઃ ૮.૧૦ – ૯.૩૪

શુભઃ ૧૦.૫૮ – ૧૨.૨૩

ચલઃ ૧૫.૧૧ – ૧૬.૩૫

લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૧

અમૃતઃ ૨૧.૧૧ – ૨૨.૪૭

ચલઃ ૨૨.૪૭ – ૨૪.૨૩

લાભઃ ૨૭.૩૪ – ૨૯.૧૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version