News Continuous Bureau | Mumbai
Toxic Runtime: સિનેમા પ્રેમીઓ ૧૯ માર્ચ, ૨૦૨૬ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ દિવસે કન્નડ સુપરસ્ટાર યશ અને બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની ફિલ્મો આમને-સામને ટકરાશે. તાજેતરના અહેવાલો મુજબ, યશની ‘ટોક્સિક’ નો રન ટાઈમ અંદાજે ૩ કલાક અને ૨૦ મિનિટ (૨૦૦ મિનિટ) હોવાનું મનાય છે. જોકે હજુ ફાઈનલ કટ સત્તાવાર રીતે લોક થયો નથી, પરંતુ તે ‘ધુરંધર ૨’ કરતા થોડી ટૂંકી હશે. રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર ૨: ધ રિવેન્જ’ નો રન ટાઈમ અંદાજે ૩ કલાક ૪૦ મિનિટ જણાવવામાં આવી રહ્યો છે. આ પહેલા ‘ધુરંધર’ નો પહેલો ભાગ પણ ૩ કલાક ૩૪ મિનિટ લાંબો હતો. મેકર્સને લાગે છે કે ‘ટોક્સિક’ માં એટલું મનોરંજન અને માસ-અપીલિંગ મોમેન્ટ્સ છે કે દર્શકો આટલી લાંબી ફિલ્મ હોવા છતાં કંટાળશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Love and War Budget: ‘લવ એન્ડ વોર’ ના બજેટનો અસલી આંકડો સામે આવ્યો: ૪૨૫ કરોડ નહીં પણ આટલા બજેટમાં બની રહી છે રણબીર-આલિયાની ફિલ્મ; ભણસાલીએ કરી ભવ્ય તૈયારી
લાંબી ફિલ્મો પ્રત્યે બદલાયેલો અભિગમ
છેલ્લા કેટલાક વર્ષોમાં લાંબી ફિલ્મોને લઈને પ્રેક્ષકોનો નજરોયો બદલાયો છે. રણબીર કપૂરની ‘એનિમલ’ (૩ કલાક ૨૧ મિનિટ) અને તાજેતરમાં રિલીઝ થયેલી ‘બોર્ડર ૨’ (૩ કલાક ૧૯ મિનિટ) એ સાબિત કર્યું છે કે જો કન્ટેન્ટ મજબૂત હોય તો લાંબો રન ટાઈમ સફળતામાં બાધક બનતો નથી. ‘ટોક્સિક’ પણ આ જ ટ્રેન્ડને આગળ ધપાવવા તૈયાર છે.
ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત ‘ટોક્સિક’ ના મેકર્સે કન્ફર્મ કર્યું છે કે ફિલ્મનું ટ્રેલર ૮ માર્ચ, ૨૦૨૬ ના રોજ બેંગલુરુમાં એક ભવ્ય ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ટીઝરમાં યશનો ડાર્ક અને ઇન્ટેન્સ લુક જોઈને ચાહકો પહેલેથી જ ઉત્સાહિત છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
