Site icon News Continuous Bureau | Mumbai

Mrs. Deshpande Trailer : માધુરી દીક્ષિતની ‘મિસિસ દેશપાંડે’નું ટ્રેલર થયું રિલીઝ, અભિનેત્રીની આ ભૂમિકા જોઈને ફેન્સ થયા ખુશ

Mrs. Deshpande Trailer : અભિનેત્રી માધુરી દીક્ષિતની આગામી થ્રિલર સિરીઝ 'મિસિસ દેશપાંડે' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તે ઓટીટી પર 19 ડિસેમ્બર, 2025ના રોજ જીઓહોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

Trailer of Madhuri Dixit's show 'Mrs. Deshpande' released, actress seen in a powerful role

Trailer of Madhuri Dixit's show 'Mrs. Deshpande' released, actress seen in a powerful role

News Continuous Bureau | Mumbai

Mrs. Deshpande Trailer : માધુરી દીક્ષિત પોતાના નવા શો ‘મિસિસ દેશપાંડે’ સાથે ઓટીટી પર આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નાગેશ કુકુનૂરના નિર્દેશનમાં બનેલા શો ‘મિસિસ દેશપાંડે’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. શો નું  ટ્રેલર  મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. માધુરીની સાથે ડિરેક્ટર નાગેશ અને કો-સ્ટાર પ્રિયાંશુ ચેટર્જી પણ હાજર હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rohan Acharya: દીપિકા પાદુકોણની બહેન અનીશા પાદુકોણ રોહન આચાર્ય સાથે કરશે લગ્ન, દેઓલ પરિવાર અને ઇન્ડસ્ટ્રી સાથે છે ગાઢ સંબંધ

ટ્રેલરમાં શું છે?

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે માધુરી દીક્ષિતનું પાત્ર કેટલાક લોકોને દોરડા વડે મારી નાખે છે. પોલીસ કેસની તપાસ કરે છે અને કહે છે કે આ લોકોને નાયલોનની દોરીથી મારવામાં આવ્યા છે અને બોડીને કાચની સામે રાખવામાં આવી છે. લાગે છે કે 25 વર્ષ પહેલાંની કોઈ સીરિયલ કિલર છે.ટ્રેલરમાં પોલીસ માધુરીની પૂછપરછ કરે છે. માધુરી કહે છે, “હું અહીં અંદર છું. તેનો અર્થ એ છે કે કોઈ બહાર છે, જે મારી નકલ કરી રહ્યું છે.” આ પછી માધુરી પોલીસવાળા સાથે ડીલ કરે છે. તે કહે છે, જોકે ટ્રેલરમાં એ જાણી શકાયું નથી કે અસલી કાતિલ કોણ છે.


મિસિસ દેશપાંડે’ શોના ટ્રેલરને ઘણા દર્શકોએ પસંદ કર્યો છે. તેઓ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘માધુરી દીક્ષિતને આ રીતે આ પહેલાં ક્યારેય જોઈ નથી.’ એક બીજા યુઝરે લખ્યું છે કે ‘સ્ક્રીન પર રાજ કરવા માટે રાણી ફરી આવી ગઈ છે.’ એક અન્ય યુઝરે લખ્યું છે કે ‘આ શો કમાલનો થવાનો છે. માધુરી દીક્ષિત હંમેશા ચમકે છે. આ એક્ટ્રેસ સુપરસ્ટાર છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version