Site icon

90 ના દાયકા ની સૌથી બોલ્ડ અભિનેત્રી 30 વર્ષ બાદ કરવા જઈ રહી છે વાપસી, ઓટીટી થી કરશે કમબેક

tridev actress sonam making comeback after 30 years will seen ott platform

90 ના દાયકા ની સૌથી બોલ્ડ અભિનેત્રી 30 વર્ષ બાદ કરવા જઈ રહી છે વાપસી, ઓટીટી થી કરશે કમબેક

News Continuous Bureau | Mumbai

90ના દાયકામાં પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોના દિલને મંત્રમુગ્ધ કરનાર સોનમ રાતોરાત સ્ટાર બની ગઈ. નિર્માતાઓ તેને તેમની ફિલ્મોમાં કાસ્ટ કરવા માટે તેનો પીછો કરતા હતા અને અચાનક એક દિવસ તેણીએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. હવે સોનમ ઓટીટી થી કમબેક કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

 

Story – 90ના દાયકામાં સિને પ્રેમીઓ ના દિલ પર રાજ કરનાર ‘ત્રિદેવ’ અભિનેત્રી સોનમ ફરી એકવાર સમાચારમાં છે. સોનમ જેનું અસલી નામ બખ્તાવર ખાન છે, તેણે 90ના દાયકામાં પોતાના બોલ્ડ એક્ટથી ફિલ્મી દુનિયામાં ઘણી ઓળખ બનાવી હતી. સોનમ માત્ર 14 વર્ષની હતી જ્યારે તેણે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. એવું કહેવાય છે કે તે સમય એવો હતો જ્યારે નિર્માતાઓ તેમની ફિલ્મોમાં સોનમને કાસ્ટ કરવા માટે તેની પાછળ-પાછળ જતા હતા. તે પછી અચાનક તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.

 

આ કારણ થી સોનમે છોડી દીધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી 

સોનમ 1988માં આવેલી ફિલ્મ ‘વિજય’માં જોવા મળી હતી અને ત્યારબાદ તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેની આ પહેલી જ ફિલ્મે ભારે ખળભળાટ મચાવ્યો હતો. બોલિવૂડ સિવાય સોનમ સાઉથ અને બંગાળી ફિલ્મોમાં પણ જોવા મળી છે. વર્ષ 1987માં ફિલ્મ ‘વિજય’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર સોનમે ‘ત્રિદેવ’થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. લોકો પ્રેમથી સોનમને ‘ઓયે ઓયે ગર્લ’ કહેવા લાગ્યા. તેનું ગીત ‘ઓયે ઓયે… તીરછી ટોપી વાલે’ ઘણું ફેમસ થયું હતું. તેણે ‘વિશ્વાતમા’, ‘બાઝ’, ‘પોલીસવાલા’ જેવી ઘણી ફિલ્મો કરી અને છેલ્લી ફિલ્મ વર્ષ 1994માં આવી ‘ઈન્સાનિયત’ અને પછી અચાનક સોનમે ઈન્ડસ્ટ્રી છોડી દીધી.કારકિર્દીની ઉંચાઈ પર પહોંચવા માટે જ્યાં કલાકારો ઘણાં સપનાં જુએ છે, સોનમ માટે આ રીતે ગાયબ થઈ જવું વિચિત્ર હતું. વાસ્તવમાં કારણ એ હતું કે સોનમે લગ્ન કરી લીધા હતા. જો કે, એવું કહેવાય છે કે લગ્ન પછી તેને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળવા લાગી, ત્યારબાદ સોનમ તેના પતિ સાથે વિદેશમાં સ્થાયી થઈ ગઈ.

 

ઓટીટી થી કરવા જઈ રહી છે કમબેક 

લગભગ 3 દાયકા બાદ સોનમ ફરી એકવાર ફિલ્મી પડદે પાછી ફરી છે. સોનમ ઓટીટી પર તેની નવી ઇનિંગ્સ રમવા માટે તૈયાર છે. પોતાની વાપસી વિશે વાત કરતાં સોનમે કહ્યું કે, ‘ત્રણ દાયકા સુધી દુનિયાભરમાં રહ્યા પછી પાછા આવીને મને ખૂબ આનંદ થાય છે. ઈન્ડસ્ટ્રીએ મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે અને તે અહીંથી જ સારું થાય છે. હું જાણીતા અને નવા યુગના દિગ્દર્શકો સાથે કામ કરવા ઉત્સુક છું. ભારતીય સિનેમાએ સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ અપાવ્યું છે. OTT સ્પેસ વૈશ્વિક સ્તરે વિકસી રહી છે અને હું તેને સિનેમાની સાથે એક્સપ્લોર કરવા આતુર છું.’

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version