News Continuous Bureau | Mumbai
Triptii Dimri: ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. આ ફિલ્મ ને લઈને જેટલી ચર્ચા રણબીર કપૂર અને બોબી દેઓલ ની થઇ છે તેટલીજ ચર્ચા ફિલ્મ ની બીજી લીડિંગ લેડી તૃપ્તિ ડિમરી ની પણ થઇ રહી છે. આ ફિલ્મ માં અભિનેત્રી એ રણબીર કપૂર સાથે ઇન્ટિમેન્ટ સીન આપી ને સ્ટાર બની ગઈ છે. હવે લોકો તેની પર્સનલ લાઈફ વિશે જાણવા માંગે છે. તાજેતરમાં, અભિનેત્રીની ઘણી તસવીરો સામે આવી હતી, જે પછી તેના નવા બોયફ્રેન્ડ વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. લોકોનું કહેવું છે કે અભિનેત્રીએ તેના જૂના બોયફ્રેન્ડને છોડીને બીજા કોઈને ડેટ કરવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિ ડીમરી અનુષ્કા શર્મા ના ભાઈ કર્ણેશ શર્મા ને ડેટ કરી રહી હતી.
તૃપ્તિ ડીમરી ના જીવન માં આવ્યો નવો બોયફ્રેન્ડ
એનિમલ માં ઇન્ટીમેન્ટ સીન આપી ને ચર્ચા માં આવેલી તૃપ્તિ ડીમરી હવે નેશનલ ક્રશ બની ગઈ છે.મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિ ડીમરી અનુષ્કા શર્મા ના ભાઈ કર્ણેશ શર્મા સાથે રિલેશનશિપમાં હતી.પાછળ થી તેમના બ્રેકઅપ ના સમાચાર પણ સામે આવ્યા હતા. હવે એવું કહેવાય છે કે, તૃપ્તિ બિઝનેસમેન સેમ મર્ચન્ટને ડેટ કરી રહી છે. અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો તેના સેમ મર્ચન્ટ સાથેના સંબંધોનો પુરાવો આપી રહી છે.
જોકે આ અંગે તૃપ્તિ તરફ થી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી આ અગાઉ પણ તૃપ્તિએ અનુષ્કાના તેના ભાઈ સાથે બ્રેકઅપના સમાચાર પર પણ મૌન જાળવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: અલગ થવાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા એ લગાવ્યા પતિ અભિષેક અને સસરા અમિતાભ બચ્ચન સાથે ઠુમકા, વાયરલ થયો વિડીયો
