Site icon News Continuous Bureau | Mumbai

TRP Week 7: TRP રેટિંગમાં મોટો ધડાકો: ‘અનુપમા’નું સિંહાસન ડગમગ્યું, ટોપ-૨માંથી ફેંકાઈ બહાર; જાણો કઈ સીરિયલે મારી બાજી!.

TRP Week 7: ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ૨’ નો રેટિંગ લિસ્ટમાં દબદબો યથાવત; રુપાલી ગાંગુલીની સીરિયલમાં મોટો ઘટાડો, ‘વસુધા’ પાંચમા સ્થાને ધકેલાઈ.

TRP Week 7: ‘Tum Se Tum Tak’ Makes a Grand Comeback, Pushing ‘Anupamaa’ Down; ‘Kyunkii Saas Bhi Kabhi Bahu Thi 2’ Holds the Top Spot

TRP Week 7: ‘Tum Se Tum Tak’ Makes a Grand Comeback, Pushing ‘Anupamaa’ Down; ‘Kyunkii Saas Bhi Kabhi Bahu Thi 2’ Holds the Top Spot

News Continuous Bureau | Mumbai

TRP Week 7: ટીવી સીરિયલ્સની દુનિયામાં દર અઠવાડિયે નંબર-૧ બનવા માટે જંગ ખેલાય છે. ૨૦૨૬ના સાતમા અઠવાડિયાના આંકડા સામે આવ્યા છે, જેમાં સ્મૃતિ ઈરાની સ્ટારર સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ૨’ એ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, આ અઠવાડિયે સૌથી મોટો ઉલટફેર ‘તુમ સે તુમ તક’ સીરિયલે કર્યો છે, જે સીધી બીજા ક્રમે પહોંચી ગઈ છે.છેલ્લા કેટલાક સમયથી ‘અનુપમા’ અને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ૨’ વચ્ચે પ્રથમ સ્થાન માટે ટક્કર થતી હતી, પરંતુ આ વખતે નવા શોના ક્રેઝે સમીકરણો બદલી નાખ્યા છે. ચાલો જોઈએ ટોપ-૫ સીરિયલ્સની રેટિંગ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.

પ્રથમ સ્થાને સ્મૃતિ ઈરાનીનો જાદુ 

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ૨’ સીરિયલ ૧.૯ રેટિંગ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. ગયા અઠવાડિયે આ શોની રેટિંગ ૨.૦ હતી. રેટિંગમાં નજીવો ઘટાડો થયો હોવા છતાં, કોઈ પણ સીરિયલ તેને પછાડી શકી નથી. તુલસી અને મિહિરની નવી વાર્તા પ્રેક્ષકોને પસંદ આવી રહી છે.આ અઠવાડિયે સૌથી મોટું સરપ્રાઈઝ ‘તુમ સે તુમ તક’ સીરિયલે આપ્યું છે. ૧.૮ રેટિંગ સાથે આ શો સીધો બીજા ક્રમે આવી ગયો છે. ગયા અઠવાડિયે આ શો ટોપ-૫ માં પણ નહોતો. બીજી તરફ, રુપાલી ગાંગુલીની ‘અનુપમા’ સીરિયલમાં મોટો ઘટાડો નોંધાયો છે. ૧.૮ રેટિંગ સાથે અનુપમા હવે ત્રીજા ક્રમે ધકેલાઈ ગઈ છે, જે મેકર્સ માટે ચિંતાનો વિષય છે.


જ્યારે અન્ય લોકપ્રિય શોની વાત કરીએ તો, ‘ગંગા માઈ કી બેટિયાં’ સીરિયલે ૧.૮ રેટિંગ સાથે ચોથા સ્થાને પોતાની પકડ મજબૂત રાખી છે. બીજી તરફ, પ્રિયા ઠાકુર અને અભિષેક શર્મા અભિનીત સીરિયલ ‘વસુધા’ ના લોકપ્રિયતા ગ્રાફમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે ચોથા ક્રમે રહેલી આ સીરિયલ આ વખતે ૧.૭ રેટિંગ સાથે પાંચમા સ્થાને સરકી ગઈ છે. આમ, આ અઠવાડિયું જૂની સીરિયલો માટે પડકારજનક અને નવા શો માટે ઉત્સાહજનક સાબિત થયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version