Site icon News Continuous Bureau | Mumbai

Tu Meri Main Tera Movie Review: ‘તૂ મેરી મૈં તેરા’ રિવ્યુ: કાર્તિક-અનન્યાની કેમિસ્ટ્રી ફીકી પડી, જૂની વાર્તાએ દર્શકોને કર્યા નિરાશ

Tu Meri Main Tera Movie Review: ૨૫ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં નથી કોઈ તાજગી કે નથી ઈમોશનલ ટચ; જાણો જોવા જેવી છે કે નહીં?

Tu Meri Main Tera Movie Review: Kartik Aaryan and Ananya Panday starrer fails to impress; A clichéd romantic drama with weak chemistry

Tu Meri Main Tera Movie Review: Kartik Aaryan and Ananya Panday starrer fails to impress; A clichéd romantic drama with weak chemistryTu Meri Main Tera Movie Review: Kartik Aaryan and Ananya Panday starrer fails to impress; A clichéd romantic drama with weak chemistry

News Continuous Bureau | Mumbai

Tu Meri Main Tera Movie Review: ‘તૂ મેરી મૈં તેરા’ફિલ્મની વાર્તા આગ્રાની રૂમી (અનન્યા પાંડે) અને અમેરિકામાં રહેતા રે (કાર્તિક આર્યન) ની છે. બંને ક્રોએશિયામાં વેકેશન દરમિયાન મળે છે અને પ્રેમમાં પડે છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે લગ્નની વાત આવે છે. રૂમી તેના એકલવાયા ફૌજી પિતાને છોડી અમેરિકા જવા નથી માંગતી, જ્યારે રેની માતાની શરત છે કે તેને ભારતીય વહુ જ જોઈએ. માતા-પિતા પ્રત્યેની જવાબદારી અને અંગત સંબંધો વચ્ચેની આ ખેંચતાણ ૨ કલાક ૨૫ મિનિટ સુધી ખેંચાય છે, જે ઘણી જગ્યાએ કંટાળાજનક લાગે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ananya Panday KBC 17: અમિતાભ બચ્ચનના એક શબ્દે અનન્યા પાંડેને રડાવી દીધી; જાણો શૂટિંગ દરમિયાન એવું તો શું બન્યું કે મહોલ ભાવુક થઈ ગયો?

અભિનય અને કેમિસ્ટ્રી

આ ફિલ્મમાં કાર્તિક આર્યન તેના પાત્રમાં સહજ લાગતો નથી. ઘણા સીન્સમાં તે ‘ઓવરએક્ટિંગ’ કરતો હોય તેવું જણાય છે.અનન્યાએ ગંભીર સીન્સમાં મહેનત કરી છે, પરંતુ ભાવનાત્મક દ્રશ્યોમાં તે ખૂબ જ ‘ઓવરડ્રામેટિક’ લાગે છે. આશ્ચર્યજનક રીતે, બંને મુખ્ય કલાકારો વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રી સાવ ફિક્કી લાગે છે, જેના કારણે પ્રેમ કહાનીમાં જીવ પુરાતો નથી. જેકી શ્રોફ અને નીના ગુપ્તા જેવા દિગ્ગજો પાસે પણ કંઈક નવું કરાવવાની તક ડિરેક્ટરે ગુમાવી છે.નિર્દેશક સમીર વિધવાંસે ટેકનિકલી ફિલ્મ સારી બનાવી છે, પણ પટકથા અત્યંત નબળી છે.


ફિલ્મનો પ્લસ પોઈન્ટ તેની સિનેમેટોગ્રાફી અને લોકેશન્સ છે. ક્રોએશિયા અને આગ્રાના સુંદર દ્રશ્યો જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ ફિલ્મ ઘણી રિચ છે, જે તેને વન-ટાઇમ વોચ બનાવે છે.જો તમે કાર્તિક કે અનન્યાના ડાઈ-હાર્ડ ફેન હોવ અને કોઈ પણ અપેક્ષા વગર માત્ર ટાઈમપાસ માટે ફિલ્મ જોવા માંગતા હોવ તો જઈ શકો છો. જો તમે મજબૂત વાર્તા અને ઉંડા ભાવનાત્મક જોડાણની અપેક્ષા રાખતા હોવ, તો આ ફિલ્મ તમને નિરાશ કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version