Site icon

લોકોને હસાવવા ટીવી પર ફરી આવી રહી છે ‘તુ-તુ મેં-મૈં’, રીમા લાગૂની જગ્યાએ જોવા મળશે આ અભિનેત્રી

સાસ વહુ ની નોક ઝોંકનો સુપરહિટ શો તુ તુ મૈં મૈં ફરી એકવાર ટીવી પર કમબેક કરી રહ્યો છે. આ શોમાં રીમા લાગુ સાસુ ની ભૂમિકા ભજવતી હતી. હવે આ અભિનેત્રીને તેના સ્થાને લાવવામાં આવી છે.

tu tu main main to return supriya pilgaonkar will play role of mother in law

લોકોને હસાવવા ટીવી પર ફરી આવી રહી છે 'તુ-તુ મેં-મૈં', રીમા લાગૂની જગ્યાએ જોવા મળશે આ અભિનેત્રી

News Continuous Bureau | Mumbai

90ના દાયકાના કેટલાક કોમેડી શો એવા છે જે આજે પણ લોકોના મનમાં અકબંધ છે. એવો જ એક શો હતો તુ તુ મૈં મૈં આ શો ભલે સાસ બહુ ની નોક ઝોંક પર આધારિત હોય, પરંતુ આ શોએ સાસુ અને વહુ વચ્ચેની લડાઈનો અર્થ બદલી નાખ્યો.તુ તુ મૈં મૈં માં સાસુ અને વહુની ખાતી-મીઠી બોલાચાલી દેખાડવામાં આવી હતી. હવે ફરી એકવાર આ સપનું પરત ફરવા જઈ રહ્યું છે. આ શો પહેલીવાર જુલાઇ 1994માં ટીવી પર લાવવામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર આ શો ટીવી પર આવવા માટે તૈયાર છે.આ સિરિયલમાં સ્વ.રીમા લાગુએ સાસુની ભૂમિકા ભજવી હતી અને સુપ્રિયા પિલગાંવકરે વહુની ભૂમિકા ભજવી હતી. રીમા લાગૂ આ શોમાં સાસુ તરીકે જામતી હતી. આવી સ્થિતિમાં હવે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શોમાં તેનું સ્થાન કોણ લેશે.

Join Our WhatsApp Community

 

આ અભિનેત્રી ભજવશે રીમા લાગુ ની ભૂમિકા  

સમાચાર છે કે આ વખતે સાસુ બીજું કોઈ નહીં પણ સુપ્રિયા પિલગાંવકર હશે. રિપોર્ટ અનુસાર, સચિન પિલગાંવકરે કહ્યું કે તેઓ આ શોને ફરી એકવાર દર્શકો સામે લાવવાની તૈયારી કરી રહ્યા છે.અભિનેતાએ જણાવ્યું કે આ વખતે શોમાં સુપ્રિયા પિલગાંવકર પુત્રવધૂ તરીકે નહીં પરંતુ સાસુના રૂપમાં જોવા મળશે. સચિને વધુમાં કહ્યું કે આ શો જ્યારે પ્રસારિત થતો હતો ત્યારે આ પેઢી શાળામાં જ હશે. તેઓ આ શો જોઈને જ મોટા થયા છે.તમને જણાવી દઈએ કે, પ્રથમ સિઝનમાં સચિન પિલગાંવકર પણ હતા, તેઓ શોમાં ચંદનના પાત્રમાં જોવા મળ્યા હતા. તુ તુ મેં મૈં’નું નિર્દેશન સચિન પિલગાંવકરે કર્યું હતું.શોમાં રીમા લાગૂએ દેવકી વર્મા એટલે કે સાસુની ભૂમિકા ભજવી હતી, સુપ્રિયા પિલગાંવકરે રાધા વર્મા એટલે કે વહુની ભૂમિકા ભજવી હતી. મહેશ ઠાકુરે રાધિકા વર્માના પુત્ર રવિ વર્માનો રોલ કર્યો હતો. 2006માં આ સિરીઝની સિક્વલ ‘કડવી ખટ્ટી મીઠી’ પણ રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન પણ સચિન પિલગાંવકરે કર્યું હતું.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version