News Continuous Bureau | Mumbai
Tu Ya Main OTT Release Date: બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી શનાયા કપૂર અને પ્રતિભાશાળી અભિનેતા આદર્શ ગૌરવની ફિલ્મ ‘તૂ યા મૈં’ વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા એટલે કે ૧૩ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, નવાઈની વાત એ છે કે ફિલ્મ મોટા પડદા પર આવે તે પહેલા જ મેકર્સ દ્વારા તેની ઓટીટી રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે. આ થ્રિલર ફિલ્મ ૧૦ એપ્રિલ ૨૦૨૬થી ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
નેટફ્લિક્સ પર ૫૬ દિવસની વિન્ડો બાદ થશે પ્રીમિયર
મીડિયા ના અહેવાલ મુજબ, મેકર્સ દ્વારા ૮ અઠવાડિયાની થિયેટ્રિકલ વિન્ડો નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે દર્શકો આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાના ૫૬ દિવસ બાદ ઓટીટી પર જોઈ શકશે. આ સાહસિક અને રોમાંચક ફિલ્મ ૧૦ એપ્રિલ, ૨૦૨૬ એટલે કે એપ્રિલના બીજા શુક્રવારે નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ કરવામાં આવશે. આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા દ્વારા નિર્મિત આ ફિલ્મ અત્યારથી જ ચર્ચામાં છે.
ફિલ્મની ટેગલાઇન છે, ‘કેટલાક કોલેબરેશન આજીવન હોય છે, તો કેટલાક તમારી જિંદગી ખતમ કરી દે છે.’ વાર્તા બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ‘મિસ વેનિટી’ અને ‘એ’ (A) ની આસપાસ ફરે છે, જેઓ એક વીડિયો શૂટ કરવા માટે મળે છે. જોકે, તેમની જિંદગી ત્યારે બદલાઈ જાય છે જ્યારે એક ખૂંખાર મગરમચ્છ તેમને ઘેરી લે છે. હવે તેમની જિંદગીનો એકમાત્ર મકસદ કોઈ પણ ભોગે જીવતા રહેવાનો બની જાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
