Site icon

તુનિષા આત્મહત્યા કેસ માં આવ્યો નવો વળાંક,મિસ્ટ્રી મેન સાથે તુનિષા નો વીડિયો થયો વાયરલ, લોકોએ ઉઠાવ્યા સવાલ

અત્યાર સુધી તુનિષા નું નામ માત્ર શીજાન ખાન સાથે જ જોડવામાં આવતું હતું. શીજાન અને તુનિષા સંબંધમાં છે તેવું સામે આવ્યું હતું. પરંતુ આ દરમિયાન હવે તુનિષાનો ગૌરવ ભગત નામના છોકરા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તુનિષા અને ગૌરવ એકબીજાની ખૂબ જ નજીક જોવા મળે છે.

tunisha sharma video with gaurav bhagat goes viral amid relationship with sheezan khan

તુનિષા આત્મહત્યા કેસ માં આવ્યો નવો વળાંક,મિસ્ટ્રી મેન સાથે તુનિષા નો વીડિયો થયો વાયરલ, લોકોએ ઉઠાવ્યા સવાલ

News Continuous Bureau | Mumbai

તુનિષા શર્મા ( tunisha sharma ) આત્મહત્યા કેસનું રહસ્ય દિવસેને દિવસે જટિલ બની રહ્યું છે. તુનિષાના પરિવારે અભિનેત્રીના પૂર્વ બોયફ્રેન્ડ શીજાન ખાનને ( relationship with sheezan khan ) તેના મૃત્યુ સંબંધ માટે જવાબદાર ગણાવ્યો છે. પરંતુ હજુ સુધી તુનિષા એ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. દરમિયાન હવે તુનીશા આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.

Join Our WhatsApp Community

 ગૌરવ ભગત સાથેનો વીડિયો વાયરલ

અત્યાર સુધી તુનીશાનું નામ માત્ર શીજાન ખાન સાથે જ જોડવામાં આવતું હતું.પરંતુ આ દરમિયાન હવે તુનિષાનો ગૌરવ ભગત ( gaurav bhagat ) નામના છોકરા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( viral  ) થઈ રહ્યો છે.વીડિયોમાં તુનિષા અને ગૌરવ એકબીજાની ખૂબ જ નજીક જોવા મળે છે. બંનેની નિકટતા જોઈને લોકો તેમના સંબંધો પર સવાલ ઉઠાવી રહ્યા છે.તુનિષાના મૃત્યુ બાદ ગૌરવ ભગતે અભિનેત્રી સાથેનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તુનિષા અને ગૌરવ એકબીજાની નજીક જોવા મળે છે. ગૌરવ ભગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તેના તનિષા સાથેના સંબંધો પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું- તુનિષા તમારી સાથે રિલેશનશિપમાં હતી? બીજા એ પૂછ્યું- શું તમારું બંનેનું બ્રેકઅપ થયું છે? લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તુનિષા કોની સાથે રિલેશનશિપમાં હતી. તુનિષા નો બોયફ્રેન્ડ શીજાન હતો કે ગૌરવ?

આ સમાચાર પણ વાંચો :   અજીત દાદાની ના માની સલાહ.. NCPના આ નેતાને નડ્યો અકસ્માત.. હોસ્પિટલમાં કરાયા દાખલ..

ગૌરવે તુનિષા પર પ્રેમ વરસાવ્યો

જ્યારે ગયા વર્ષે ગૌરવ ભગતે તુનિષા સાથે તેના જન્મદિવસ પર એક ફોટો શેર કર્યો હતો.તસવીરમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. ફોટો સાથે તુનિષાને શુભેચ્છા પાઠવતા ગૌરવે તેના માટે એક મીઠી અને પ્રેમાળ પોસ્ટ પણ લખી હતી. ગૌરવે લખ્યું- ટિશુ મોટી થઇ રહી છે, પરંતુ હજુ પણ મનથી એક સુંદર બાળક છે.આજે તમારો જન્મદિવસ છે, પરંતુ તે મારા જીવનનો સૌથી સુંદર દિવસ પણ હતો.હું થોડો દુઃખી છું કારણ કે આ દિવસને શ્રેષ્ઠ બનાવવા માટે હું તમારી સાથે નથી.હું હંમેશા ભારત આવીને તમને આશ્ચર્યચકિત કરવા માંગતો હતો. તમે મારા જીવનની શ્રેષ્ઠ વસ્તુ છો.

હજુ પણ કસ્ટડી માં છે શીજાન ખાન

શીજાન ખાનની વાત કરીએ તો તે હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. શીજાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. તુનીષાની માતા અને મામાએ શીજાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તુનીષાની માતાનું કહેવું છે કે શીજાન તેની પુત્રી સાથે છેતરપિંડી કરતો હતો.તેના અન્ય યુવતીઓ સાથે સંબંધો હતા. બીજી તરફ શીજાનના પરિવારે પણ તુનીષાની માતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. હવે બંને પરિવારો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે તે વચ્ચે ગૌરવ ભગતનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :   શું આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે શાહરુખ ખાન નો પુત્ર આર્યન ખાન? વાયરલ ફોટાએ ખોલી પોલ

Ek Deewane Ki Deewaniyat OTT: સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવશે ‘એક દીવાને કી દીવાનીયત, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું અપડેટ
Mahhi Vij: ભંગાણ ના આરે જય અને માહી નું લગ્નજીવન! એલિમની નહીં પતિ પાસે થી આ વસ્તુ ની ઈચ્છે છે અભિનેત્રી, નજીક ના વ્યક્તિ એ કર્યો ખુલાસો
Sunita Criticises Govinda: ગોવિંદા-સુનીતા આહૂજા વચ્ચે શાબ્દિક યુદ્ધ! પત્નીએ જ્યોતિષ પર કસ્યો તંજ
ShahRukh Khan: કિંગ માં કંઈક આવું હશે શાહરુખ ખાન નું પાત્ર, અભિનેતા એ તેના બર્થડે સેલિબ્રેશન માં કર્યો ખુલાસો
Exit mobile version