Site icon

બાળપણમાં માતા-પિતા ભાઈની હત્યા બાદ સંબંધીઓ ની બની હતી નોકરાણી-વાંચો ભારતીય સિનેમાની પહેલી મહિલા હાસ્ય કલાકાર ની વાર્તા

News Continuous Bureau | Mumbai

ભારતીય સિનેમાની પ્રથમ મહિલા કોમેડિયન ઉમા દેવી ખત્રી (Uma devi khatri)ઉર્ફે ટુનટુન(Tuntun) ની ગઈ કાલે 99મી જન્મજયંતિ હતી. ઉમા દેવીનો જન્મ 11 જુલાઈ 1923ના રોજ ઉત્તર પ્રદેશના (Uttar pradesh)અમરોહા જિલ્લામાં થયો હતો. પડદા પર હસાવી હસાવી ને લોટ પોટ કરનાર  ટુનટુનના જીવનની કહાની ખૂબ જ દર્દનાક(tregic) છે. તે ફિલ્મોમાં જોવા મળી, સિંગર(singer) બની અને પછી કોમેડી (commedy)કરવા લાગી. પરંતુ તે તેમના જીવનની દુર્ઘટના હતી જે તેમને તેમના વતન થી મુંબઈ(Mumbai) લઈ આવી હતી. હકીકતમાં, ઉમા દેવી ખત્રી માત્ર અઢી વર્ષની હતી જ્યારે તેના માતા-પિતાની જમીન વિવાદમાં હત્યા(murder) કરવામાં આવી હતી. તેમનો એક મોટો ભાઈ હતો, જે 9 વર્ષનો હતો અને જેનું નામ હરિ હતું. પરંતુ એક દિવસ તેની પણ હત્યા થઈ અને ટુનટુનનું જીવન બદ થી બદતર થતું ગયું. પોતાનું પેટ ભરવા માટે તેને તેના જ સગા-સંબંધીઓના ઘરે નોકરાણી(servant) તરીકે કામ કરવું પડતું હતું.

Join Our WhatsApp Community

તેમના મૃત્યુના માત્ર બે દિવસ પહેલા ટુનટુને એક વાતચીતમાં જણાવ્યું હતું કે, "મને યાદ નથી કે મારા માતા-પિતા કોણ હતા અને તેઓ કેવા દેખાતા હતા. તેઓનું અવસાન થયું ત્યારે હું માંડ બે કે અઢી વર્ષની હતી. મારે 9 વર્ષનો ભાઈ હતો જેનું નામ હરિ(Hari) હતું. મને યાદ છે કે અમે અલીપુર(Alipur) નામના ગામમાં રહેતા હતા. એક દિવસ મારા ભાઈની હત્યા થઈ ગઈ અને મારે બે સમયના ભોજન માટે મારા જ સગાના ઘરે નોકરાણી તરીકે કામ કરવું પડ્યું. "કહેવાય છે કે ટુનટુનનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. બાદમાં તે એક્સાઈઝ ડ્યુટી ઈન્સ્પેક્ટર (excise duty inspector)અખ્તર અબ્બાસ કાઝીને મળી, જેણે તેને મદદ કરી. ભાગલાને કારણે કાઝી સાહેબ પાકિસ્તાનના લાહોર(Lahor Pakistan) ગયા અને અહીં ગાવાના શોખીન ઉમા દેવીને મોકો મળતા જ  સગા-સંબંધીઓને ચકમો આપીને મુંબઈ આવી ગઈ. તે સમયે ઉમા દેવીની ઉંમર લગભગ 23 વર્ષની હતી. ઉમા દેવી મુંબઈમાં સંગીતકાર નૌશાદના (Naushad)દરવાજે પહોંચી અને ગાવાની તક માટે વિનંતી કરવા લાગી. નૌસાદે ઉમા દેવીનું ઓડિશન લીધું અને તરત જ તેમને નોકરીએ રાખી.કહેવાય છે કે નૌશાદે ઉમા દેવીને 500 રૂપિયા મહિને નોકરી પર રાખી હતી.

આ સમાચાર પણ વાંચો : લો બોલો કપૂર પરિવારનો સૌથી શિક્ષિત સભ્ય છે રણબીર કપૂર-બોર્ડની પરીક્ષામાં આવ્યા હતા આટલા માર્ક્સ

1946માં ઉમા દેવીએ ફિલ્મ 'વામિક આજરા'થી ગાયિકા તરીકે ડેબ્યૂ (singing debut)કર્યું હતું. પરંતુ તેમને ઓળખ 1947માં ફિલ્મ 'દર્દ'ના ગીત 'અફસાના લિખ રહી હૂં 'થી મળી હતી. આ જ ફિલ્મમાં તેણે અન્ય ત્રણ ગીતો 'આજ મચી હૈ ધૂમ', 'યે કૌન ચલા' અને 'બેતાબ હૈ દિલ દર્દ-એ-મોહબ્બત સે' પણ ગાયા હતા.ઉમા દેવીની ગાયકી કારકિર્દી શરૂ થઈ. તેણે એક પછી એક ઘણા હિટ ગીતો(Hit song) આપ્યા. પરંતુ થોડા વર્ષો પછી, તેમની જૂની શૈલી અને મર્યાદિત ગાયક શ્રેણીના કારણે, તેમને ગાવામાં મુશ્કેલી થવા લાગી. પછી નૌશાદે તેને અભિનય (acting)કરવાની સલાહ આપી. કારણ કે તેની કોમિક ટાઈમિંગ અદભૂત હતી. ઉમા દેવી દિલીપ કુમારથી ખૂબ પ્રભાવિત હતા અને તેઓ ઈચ્છતા હતા કે તેઓ દિલીપ સાહબ (Dilip Kumar)સાથે પ્રથમ ફિલ્મમાં અભિનય કરે. 1950માં ઉમા દેવીએ દિલીપ કુમાર અને નરગીસ અભિનીત 'બાબુલ'માં કામ કર્યું હતું. દિલીપ સાહેબે જ આ ફિલ્મના સેટ પર ઉમા દેવીનું નામ ટુનટુન (Tuntun)રાખ્યું હતું.બાદમાં ટુનટુને 'આરપાર', 'મિસ્ટર એન્ડ મિસિસ 55', 'પ્યાસા' અને 'નમક હલાલ' સહિત લગભગ 198 હિન્દી અને ઉર્દૂ ફિલ્મોમાં કામ કર્યું. તેમની છેલ્લી ફિલ્મ ‘કસમ ધંધે કી’ હતી, જે 1990માં રિલીઝ થઈ હતી. લાંબી માંદગી બાદ 30 નવેમ્બર 2003ના રોજ ટુનટુનનું અવસાન થયું. મૃત્યુ સમયે તેઓ 80 વર્ષના હતા.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version