Site icon News Continuous Bureau | Mumbai

Bhupinder singh: ગૌરવ ખન્ના ના ઓન સ્ક્રીન પિતા ભુપેન્દ્ર સિંહ ની મુશ્કેલી વધી, આ મામલે થઇ અભિનેતા ની ધરપકડ

Bhupinder singh: ટીવી ઇન્ડસ્ટ્રી માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવી અભિનેતા એ એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરી હોવાના સમાચાર છે. આવી સ્થિતિમાં હવે પોલીસે અભિનેતાની ધરપકડ કરી છે.

tv actor bhupinder singh arrested after killed a man

tv actor bhupinder singh arrested after killed a man

News Continuous Bureau | Mumbai

Bhupinder singh:  ટીવી ઇન્ડસ્ટ્રી માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવી સિરિયલ ‘યે પ્યાર ના હોગા કમ’ માં ગૌરવ ખન્ના ના પિતા ની ભૂમિકા માં જોવા મળેલ અભિનેતા ભુપેન્દ્ર સિંહ પર હત્યા નો આરોપ લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદ એક ઝાડને કારણે શરૂ થયો હતો, જેના કારણે અભિનેતાએ વ્યક્તિને ગોળી મારી દીધી હતી. હાલમાં પોલીસે આ કેસમાં અભિનેતાની ધરપકડ પણ કરી લીધી છે. 

Join Our WhatsApp Channel

 

ભુપેન્દ્ર સિંહે કરી હત્યા 

મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂપેન્દ્રસિંહ કુઆનખેડા ખદરી ગામમાં ફાર્મહાઉસમાં ગયો હતો. ગુરદીપ સિંહ તેનો પાડોશી છે. જમીનની સીમા પર કેટલાક વૃક્ષો છે અને તે કોનો હિસ્સો છે તે અંગે વિવાદ થયો હતો.મામલો તે હદ સુધી વધી ગયો કે ભુપેન્દ્ર એ તેની લાયસન્સવાળી બંદૂકમાંથી ગોળી ચલાવી અને ગોળી લાગવાને કારણે ગુરદીપનો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો તેમજ ગુરદીપ, તેની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ગુરદીપ ના પુત્ર એ જીવ ગુમાવ્યા બાદ તેના સંબંધીએ ભૂપેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેસ નોંધાયા બાદ પોલીસે ભૂપેન્દ્રને કસ્ટડીમાં લીધો હતો. આ કેસમાં તેના સિવાય બે અન્ય લોકોની શોધ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Dinesh Phadnis : ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ.. CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે થયું નિધન, આ ગંભીર બીમારી સામે હારી ગયા જિંદગી ની જંગ..

તમને જણાવી દઈએ કે, ભુપેદ્ર સિંહે સિરિયલ યે પ્યાર ના હોગા કમ માં અનુપમા ફેમ ગૌરવ ખન્ના ના પિતાની ભૂમિકા ભજવી હતી આ ઉપરાંત ભુપેન્દ્ર એ મધુબાલાઃ ‘એક ઈશ્ક એક જુનૂન’, ‘કાલા ટીકા’, ‘એક હસીના’ અને ‘કાર્તિક પૂર્ણિમા’ જેવા ઘણા પ્રખ્યાત ટીવી શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version