Site icon

ઓહ માય ગોડ! જે ટીવી એક્ટ્રેસ વીણા કપૂરને લોકોએ મૃત સમજી ને શ્રદ્ધાંજલિ આપી, તેણે પોલીસ સ્ટેશન પહોંચીને બધાને ચોંકાવી દીધા,મૃત્યુ ની જણાવી હકીકત

ટીવી અભિનેત્રી વીણા કપૂર જીવિત છે અને હવે અભિનેત્રીએ તેમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જણાવી દઈએ કે એવો દાવો કરવામાં આવ્યો હતો કે વીણા કપૂરની હત્યા તેમના પુત્ર દ્વારા કરવામાં આવી હતી.

tv actress veena kapoor is alive and complaint against for fake murder

ઓહ માય ગોડ! જે ટીવી એક્ટ્રેસ વીણા કપૂરને લોકોએ મૃત સમજી ને શ્રદ્ધાંજલિ આપી, તેણે પોલીસ સ્ટેશન પહોંચીને બધાને ચોંકાવી દીધા,મૃત્યુ ની જણાવી હકીકત

News Continuous Bureau | Mumbai

 ટીવી ઈન્ડસ્ટ્રીમાં ગત દિવસોમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રી ( tv actress  ) વીણા કપૂરની ( veena kapoor ) હત્યા કરવામાં આવી છે અને આ ગુનો તેના જ પુત્ર દ્વારા કરવામાં આવ્યો છે. વીણા કપૂરની હત્યાના સમાચાર સોશિયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ ગયા, ત્યારપછી બધાએ તેના પુત્ર વિરુદ્ધ ઘણું લખ્યું. પરંતુ અભિનેત્રી વીણા કપૂર જીવિત ( alive )  છે અને તેણે પોતે આગળ આવીને પોતાના જીવિત હોવાની વાત લોકોને જણાવી છે. અભિનેત્રીએ ખોટા સમાચાર ( fake murder ) ફેલાવનારાઓ વિરુદ્ધ મુંબઈના દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ( complaint ) નોંધાવી છે.

Join Our WhatsApp Community

જાણો શું છે મામલો

સમાચાર આવ્યા હતા કે વીણા કપૂરના પુત્રએ પ્રોપર્ટી માટે તેની માતાની હત્યા કરી છે. વાસ્તવમાં આ સમગ્ર મામલો ગેરસમજના કારણે ઉભો થયો છે. થોડા સમય પહેલા મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતી વીણા કપૂર નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બંનેના એક જ નામના કારણે લોકોએ ધાર્યું કે અભિનેત્રી વીણા કપૂરની હત્યા થઈ છે. પોલીસને ફરિયાદ કરતી વખતે વીણા કપૂરે કહ્યું કે તે જીવિત છે પરંતુ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુના સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના પુત્રને ટ્રોલ કરી રહ્યા છે. તેની સામે ખોટા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ વાતથી પરેશાન થઈને જ તે પોલીસ સુધી પહોંચી છે.

આ સમાચાર પણ વાંચો: Viral Video : પુનામાં ઓટોરિક્ષા એ મર્સિડીઝ ની ગાડી નું ટોઈંગ કર્યું. હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

વીણા કપૂરે જણાવી આ વાત

આ બાબતે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં વીણા કપૂરે કહ્યું હતું કે, ‘મને આ અંગે ઘણા ફોન અને મેસેજ આવી રહ્યા છે. આ કારણે હું કામ પર ધ્યાન આપી શકતી નથી. હું જીવતી છું મારા દીકરાએ મને મારી નથી.’ તે જ સમયે, અભિનેત્રીના પુત્ર અભિષેકનું કહેવું છે કે મને ઘણા ફોન આવ્યા કે મેં મારી માતાની હત્યા કરી છે. હું સપનામાં પણ આવી કલ્પના કરી શકતો નથી. હું મારી માતાને ખૂબ પ્રેમ કરું છું. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાંચીને ખૂબ જ ખરાબ લાગ્યું. હું લોકોને વિનંતી કરું છું કે અફવાઓ ન ફેલાવો. મારી માતા જીવિત છે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version