Site icon

ટીવીના ‘હનુમાન’ નિર્ભય વાધવા આર્થિક મુશ્કેલીમાં, દોઢ વર્ષથી છે બેરોજગાર; જાણો કેવી રીતે ચલાવી રહ્યા છે પોતાનું ગુજરાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

હાલ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, કોરોનાને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનથી ઘણા લોકોના ધંધારોજગાર પર અસર પડી છે. કેટલીક કંપનીઓ પણ કોરોનાકાળમાં બંધ થઈ ગઈ છે. હાલના સમયગાળામાં ઘણાં પ્રોડક્શન હાઉસ પણ બંધ થવાના આરે પહોંચી ગયાં છે, જ્યારે ઘણા કલાકારો ડિપ્રેશનનો અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આવી જ કંઈક સ્થિતિ ટીવી સિરિયલમાં 'હનુમાનજી'ની ભૂમિકા નિભાવવા માટે જાણીતા અભિનેતા નિર્ભય વાધવાની છે. તેઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાની બાઇક પણ વેચવી પડી છે.

મીડિયા સાથેની એક વાતચીતમાં તેમણે પોતાની પરિસ્થિતિ વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, હું લગભગ દોઢ વર્ષથી ઘરે બેઠો છું. મારી બચત ખતમ થઈ ગઈ છે અને હાલ મારી પાસે કોઈ કામ પણ નથી.

આગળ તેમણે જણાવ્યું કે  હું ઍડ્વેન્ચરસનો ખૂબ શોખીન છું, પરંતુ પરિસ્થિતિએ એવા મજબૂર કરી દીધા કે કોરોના મહામારી પહેલાં જ લીધેલી બાઇકને વેચવાની ફરજ પડી ગઈ. નિર્ભયે એમ પણ ઉમેર્યું કે બાઇક મારા વતન જયપુરમાં હતી. એથી હું જ્યારે ગયા માર્ચ મહિનામાં જયપુર ગયો ત્યારે મેં બાઇક વેચી દીધી.

મળો, કલર્સ ગુજરાતીની ધારાવાહિક ‘સૂરી-લાવશે સપનાની સવાર’ના ઈદિયાને; આટલી નાની ઉંમરે મેળવ્યો હતો આ રોલ

વધુમાં નિર્ભયે જણાવ્યું કે મેં આ બાઇક 22 લાખ રૂપિયામાં ખરીદી હતી, પરંતુ જ્યારે હું બાઇકને વેચવા નીકળ્યા ત્યારે તેને ખરીદવા માટે ગ્રાહકો મળ્યા નહીં. એથી મેં કંપનીને જ બાઇક સાડાનવ લાખમાં વેચી દીધી.

આપને જણાવી દઈએ કે નિર્ભય વાધવા ટીવી શો વિઘ્નહર્તા ગણેશમાં હનુમાનજીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version