Site icon

ફક્ત અનુપમા જ નહીં, આ ટીવી શોમાં પણ દર્શાવવામાં આવી છે ગુજરાતી સંસ્કૃતિ, જાણો તે સિરિયલ વિશે

TV shows who have shown gujarati culture

News Continuous Bureau | Mumbai

કેટલાક ગુજરાતી ( gujarati  ) શબ્દો આજે આખા દેશમાં સમજાય છે અને બોલાય છે. જેમ કે બા, મોટા ભાઈ, બેન,બાપુજી, એક જ મિનિટ, ગાંડી … શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમને આટલા બધા ગુજરાતી ( gujarati ) ‘ શબ્દો કેવી રીતે સમજાયા? આમાં આપણી ટીવી ઈન્ડસ્ટ્રીનો મોટો હાથ છે, ટીવી પર ઘણા સુપરહિટ શો ( TV shows )  છે જેમાં ગુજરાતી સંસ્કૃતિને (gujarati culture ) ખૂબ નજીકથી બતાવવામાં આવી છે. આ દિવસોમાં, ટીવી શો ‘અનુપમા’ ટીઆરપી લિસ્ટમાં ટોચ પર છે તે પહેલાં, ઘણા શો આવી વાર્તાઓ સાથે આવ્યા છે જેમાં ગુજરાતી પરંપરાઓ અને સમાજ બતાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી છે. સમગ્ર દેશની નજર આ દિવસોમાં ગુજરાત પર ટકેલી છે. આવી સ્થિતિમાં અમે તમને આ ખાસ ટીવી શો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Community

 ક્યુંકી સાસ ભી કભી બહુ થી

ડેલી સોપની પહેલી સુપરહિટ સિરિયલ ( TV shows  ) ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ આ યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યાં તુલસી, બા, મિહિરની વાર્તાએ લોકોને રડાવ્યા અને હસાવ્યા. સંયુક્ત કુટુંબનું મૂલ્ય પણ સમજાવ્યું. આ શોમાં પણ લોકોને ગુજરાતી સંસ્કૃતિ ( gujarati culture ) જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૨૬:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 બા, બહુ ઔર બેબી

ટીવી શો ( TV shows ) ‘બા બહુ ઔર બેબી’માં પણ એક ગુજરાતી પરિવારની ( gujarati  family) વાર્તા સ્ક્રીન પર બતાવવામાં આવી હતી. આ કોમેડી ડ્રામા પણ લોકોને હસાવી ને ગુજરાતના વાતાવરણનો પરિચય કરાવ્યો હતો.

ખીચડી

અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, રાજીવ મહેતા અને જેડી મજેઠિયાનો પ્રખ્યાત કોમેડી શો ( TV shows )  ‘ખિચડી’ એવો હતો કે તેની ક્લિપ્સ આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં હંસા બેન, પ્રફુલ્લ, જયશ્રી બેન, જેકી, બાપુજી, પરમિન્દર, હિમાંશુ જેવા પાત્રોએ ગુજરાતી ઉચ્ચારમાં બોલીને લોકો ના ખૂબ જ દિલ જીત્યા હતા.

 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

છેલ્લા 14 વર્ષથી ટીવી જગત પર રાજ કરી રહેલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભલે મુંબઈની સોસાયટી ગોકુલધામ ની વાર્તા કહેવામાં આવી હોય. પરંતુ જેઠાલાલ અને દયાનો એક પરિવાર છે, જેઓ હંમેશા તેમની વાતોમાં ગુજરાતી શબ્દોનો ( gujarati culture ) ઉપયોગ કરે છે અને ગુજરાતી ફૂડ ડીશનો પણ ઉલ્લેખ કરે છે.

આ સમાચાર પણ વાંચો: કોલેસ્ટ્રોલ તમારી જીંદગી કરી દેશે બરબાદ, કાબૂ કરવા માટટે સામેલ કરી લો આ વસ્તુ

 સાથ નિભાના સાથિયા

ટીવી શો ( TV shows)  ‘સાથ નિભાના સાથિયા’માં લેપટોપ ધોતી અને સૂકવનાર ગોપી બહુ, કોકિલા મોદી અને ‘રસોડે મેં કૌન થા’ની રાખી બેન ને કોણ ભૂલી શકે. આ શોમાં પણ ગુજરાતી સંસ્કૃતિનો તડકો જોવા મળ્યો હતો.

અનુપમા

આ દિવસોમાં ટીવીનો ટોપ શો ‘અનુપમા’ અમદાવાદની વાર્તા પર આધારિત છે. ગુજરાતના ( gujarati  ) ભોજન, તહેવારો અને રીતરિવાજોને શોમાં સુંદર રીતે દર્શાવવામાં આવે છે. આ શોએ રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડેને દેશના ટોચના ટીવી કલાકારો બનાવ્યા છે.

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ
Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ
Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો
Exit mobile version