Site icon News Continuous Bureau | Mumbai

TV TRP Report Week 3: TRP લિસ્ટમાં મોટો ધડાકો! ‘અનુપમા’ ની મહેનત પર આ શોએ ફેરવ્યું પાણી; જાણો કોણ બન્યું નંબર 1

TV TRP Report Week 3: ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ એ અન્ય તમામ શોને પછાડ્યા; ટોપ ૧૦ લિસ્ટમાં મોટા ઉલટફેર, જાણો તમારા ફેવરિટ શોનું રેટિંગ.

TV TRP Report Week 3: Anupamaa bounces back to No. 2; Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 retains the top spot.

TV TRP Report Week 3: Anupamaa bounces back to No. 2; Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 retains the top spot.

News Continuous Bureau | Mumbai

TV TRP Report Week 3: નાના પડદાના પ્રેક્ષકો દર અઠવાડિયે તેમના મનપસંદ શોના ટીઆરપી રેટિંગની આતુરતાથી રાહ જોતા હોય છે. ૨૦૨૬ના ત્રીજા અઠવાડિયાના રિપોર્ટ મુજબ, પારિવારિક ડ્રામા અને ટ્વિસ્ટથી ભરપૂર શોઝે પોતાની પકડ મજબૂત કરી છે. લાંબા સમયથી નંબર ૨ પર રહેલા ‘અનુપમા’ એ ‘નાગિન 7’ ને પાછળ છોડીને ફરી પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. આ અઠવાડિયે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ માં જોવા મળેલા હાઈ-વોલ્ટેજ ડ્રામાએ તેને ટોચ પર યથાવત રાખ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya and Abhishek: ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા! દીકરી વગરના આ ‘ક્વોલિટી ટાઈમ’ ની તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ

ટોપ 5 શો ની યાદી 

‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ ૨.૩ ના રેટિંગ સાથે નંબર ૧ ની ગાદી પર અકબંધ રહ્યો છે, જે દર્શાવે છે કે દર્શકોમાં આ શોનો ક્રેઝ હજુ પણ યથાવત છે. બીજી તરફ, રુપાલી ગાંગુલી સ્ટારર ‘અનુપમા’ એ જોરદાર કમબેક કરતા ૨.૨ રેટિંગ મેળવી બીજું સ્થાન હાંસલ કર્યું છે. એકતા કપૂરનો સુપરનેચરલ ડ્રામા ‘નાગિન 7’ ૧.૯ રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે; જેમાં પ્રિયંકા ચાહર ચૌધરી અને ઈશા સિંહની જોડીએ શરૂઆતથી જ ધમાલ મચાવી દીધી છે.અન્ય શો ની વાત કરીએ તો, ‘તુમસે તુમ તક’ પણ ૧.૯ રેટિંગ મેળવી ચોથા ક્રમે રહ્યો છે, જ્યારે ‘ઉડને કી આશા’ એ ૧.૮ રેટિંગ સાથે પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. લાંબા સમયથી ચાલી રહેલો લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પણ ૧.૮ રેટિંગ સાથે ટોપ લિસ્ટમાં યથાવત છે.


‘અનુપમા’ માં જોવા મળી રહેલા નવા વળાંક અને  ટ્વિસ્ટે દર્શકોને ફરીથી ખેંચી લાવ્યા છે. બીજી તરફ, ‘નાગિન 7’ ના સેટ પર મોબાઈલ બેન અને સ્ટોરી લીક ન થવાના એકતા કપૂરના નિર્ણયની પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે. આ અઠવાડિયે ઘણી મોટી સ્પર્ધા વચ્ચે હિન્દી સિરિયલોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના
Dhurandhar 2| VFX તો માત્ર બહાનું છે! ‘ધુરંધર 2’ ના ક્લાઇમેક્સ માટે કરવામાં આવ્યો અસલી ધડાકો, ૫૦૦ લીટર પેટ્રોલનો થયો ઉપયોગ
Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!
Amrita Shergill| કોણ હતા અમૃતા શેરગિલ? જેમની જીવનગાથાને પડદા પર જીવંત કરશે પ્રિયંકા ચોપરા, બાયોપિકને લઈને ભારે ઉત્સુકતા!
Exit mobile version