Site icon News Continuous Bureau | Mumbai

Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત

Twisha Sharma Mugguru Monagallu| અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોત બાદ તેલુગુ થ્રિલર ફિલ્મ પ્રાઇમ વીડિયો પર ચર્ચામાં આવી, કેસની તપાસ માટે પોલીસ દ્વારા ખાસ ટીમની રચના

Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત

Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Twisha Sharma Mugguru Monagallu| એક્ટ્રેસ અને જાણીતી મોડેલ ટ્વિશા શર્માના આકસ્મિક અને શંકાસ્પદ મોતે મનોરંજન જગત સહિત દરેક લોકોને ચોંકાવી દીધા છે. ગત ૧૨ મે ના રોજ પોતાના સાસરીમાં ૩૩ વર્ષીય ટ્વિશા મૃત હાલતમાં મળી આવી હતી. આ હાઈપ્રોફાઈલ મામલામાં પોલીસની તપાસ શરૂ થતાં જ વાર્તામાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે એક્ટ્રેસના પરિવારજનોએ સાસરી પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવ્યા. ‘મિસ પુણે’ રહી ચૂકેલી ટ્વિશા લગ્ન બાદ ફિલ્મો છોડીને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરી રહી હતી. હાલમાં પોલીસ દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી બનાવવામાં આવી છે, ત્યારે બીજી તરફ ઓટીટી પ્લેટફોર્મ પર ટ્વિશા શર્માની છેલ્લી તેલુગુ ફિલ્મ ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે.

વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી તેલુગુ કોમેડી થ્રિલર હતી ટ્વિશાની છેલ્લી ફિલ્મ

ટ્વિશા શર્માની ફિલ્મી કરિયર બહુ લાંબી રહી નહોતી પરંતુ તેણે કેટલાક સારા પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની છેલ્લી ફિલ્મ વર્ષ ૨૦૨૧માં આવેલી તેલુગુ કોમેડી થ્રિલર ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ હતી. આ ફિલ્મમાં દીક્ષિત શેટ્ટી, શ્રીનિવાસ રેડ્ડી અને વેન્નેલા રામારાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ટ્વિશાએ અંજલિ નામની એક યુવતીનું પાત્ર ભજવ્યું હતું. પોતાની કરિયરની શરૂઆત ટ્વિશાએ વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘ઝરા સંભાલ કે’ થી કરી હતી, જો કે આ ફિલ્મ કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી. ૨૦૨૧ની છેલ્લી ફિલ્મ બાદ ટ્વિશાએ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું હતું અને રેસ્ટોરન્ટ સેક્ટરમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ શરૂ કર્યું હતું.

જાણો શું છે ટ્રેન્ડિંગ તેલુગુ ફિલ્મ ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ ની અનોખી વાર્તા

આ ફિલ્મનું સત્તાવાર નિર્દેશન અભિલાષ રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા હૈદરાબાદ શહેરમાં રાજકારણીઓની સિલસિલાબદ્ધ અને સતત થઈ રહેલી રહસ્યમય હત્યાઓ આસપાસ ફરે છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ ત્રણ એવા અલગ-અલગ મિત્રો કરે છે જેઓ શારીરિક રીતે દિવ્યાંગ છે, પરંતુ તેમની પાસે આ અપરાધોને ઉકેલવા માટેના મહત્વના સુરાગ છે. આ ત્રણ પાત્રોમાંથી એક દીપક છે જે દ્રષ્ટિહીન છે પરંતુ એક કુશળ ડોગ ટ્રેનર છે. બીજું પાત્ર સુશાંતનું છે જે સાંભળી શકતો નથી અને ઇન્ટરનેટ કંપનીમાં કામ કરે છે. ત્રીજું પાત્ર ચંદ્રત્રેય કિશોર એટલે કે દીક્ષિત શેટ્ટીનું છે જે બોલી શકતો નથી અને લાઇબ્રેરીયન છે. ફિલ્મમાં ટ્વિશાએ અંજલિનો રોલ ભજવ્યો છે જે દીક્ષિત શેટ્ટીની ગર્લફ્રેન્ડ છે. આ ફિલ્મ સિચ્યુએશનલ કોમેડી અને સસ્પેન્સનું અદભુત મિશ્રણ છે, જેને દર્શકો એમેઝોન પ્રાઇમ વીડિયો અને યૂટ્યુબ પર જોઈ રહ્યા છે.

મોતના પાંચ મહિના પહેલા જ થયા હતા લગ્ન, પતિની શોધ માટે ઈનામ જાહેર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિશા શર્માનો મૃતદેહ ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં તેના પતિ સમર્થ સિંહના ઘરે ફાંસીના ફંડે લટકતો મળી આવ્યો હતો. બંનેના લગ્ન ગત વર્ષે ડિસેમ્બર ૨૦૨૫માં જ થયા હતા, એટલે કે લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ આ ઘટના બની છે. ટ્વિશાના માતા-પિતાએ તેના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહ પર માનસિક ઉત્પીડન અને દહેજ માટે પ્રતાડિત કરવાનો ગંભીર કેસ દાખલ કરાવ્યો છે. સમર્થની માતા એક રિટાયર્ડ જજ છે, જેમને હાલમાં આગોતરા જામીન મળી ગયા છે. બીજી તરફ આરોપી પતિ સમર્થ સિંહ હાલ પોલીસ પકડથી દૂર ફરાર છે, જેના કારણે મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડમાં મદદ કરનાર માહિતી આપનાર વ્યક્તિ માટે ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું છે. પોલીસની ટીમ તમામ પાસાઓ પર ઝીણવટભરી કાનૂની તપાસ ચલાવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version