Site icon News Continuous Bureau | Mumbai

Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

Two Much Teaser : 'ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ' નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, કાજોલ અને ટ્વિંકલ ખન્ના નો આ મસ્તીભર્યો ચેટ શો 25 સપ્ટેમ્બરથી એમેઝોન પ્રાઈમ વિડીયો પર પ્રીમિયર થશે

Two Much Teaser Kajol-Twinkle’s Chat Show Teaser Out, Fans Call It ‘Father of Koffee with Karan’

Two Much Teaser Kajol-Twinkle’s Chat Show Teaser Out, Fans Call It ‘Father of Koffee with Karan’

News Continuous Bureau | Mumbai 

Two Much Teaser : બોલીવૂડની ગિગલ ક્વીન કાજોલ અને વિટી હોસ્ટ ટ્વિંકલ ખન્ના સાથે મળીને એક નવો ચેટ શો “ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ” લઈને આવી રહી છે. આ શો 25 સપ્ટેમ્બરથી એમેઝોન પ્રાઈમ વિડીયોપર સ્ટ્રીમ થશે અને દર ગુરુવારે તેનો નવો એપિસોડ આવશે. શો નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં બંને અભિનેત્રીઓનો ડ્રામેટિક અને મજેદાર અંદાજ જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ

ટીઝરમાં જોવા મળ્યો જુદો જ અંદાજ

ટીઝરની શરૂઆત કાજોલના ડ્રામેટિક ડાયલોગથી થાય છે – “શું તમે સેલિબ્રિટી ન્યૂઝથી થાકી ગયા છો?” ત્યારબાદ ટ્વિંકલ કહે છે – “ઢીલા અને બોરિંગ ચેટ શો જોઈને તંગ આવી ગયા છો?” બંને મળીને વચન આપે છે કે આ શો જુદો અને વધુ મજેદાર હશે. અજીબ પ્રશ્નો, મસ્તી અને તાજગીથી ભરેલો આ શો ચાહકો માટે એક નવી મજા લાવશે. “ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ” એક અનસ્ક્રિપ્ટેડ ઓરિજિનલ શો છે, જેમાં પહેલીવાર કાજોલ અને ટ્વિંકલ સાથે હોસ્ટ તરીકે જોવા મળશે. શોના પ્રથમ સીઝનમાં ગ્લેમરસ અને જાણીતી હસ્તીઓ નું ગેસ્ટ લિસ્ટ હશે. કાજોલની એનર્જી અને ટ્વિંકલના હ્યુમર સાથે આ શો મસ્તી, હાસ્ય અને સરપ્રાઈઝથી ભરેલો રહેશે.


ટીઝર જોઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. એક ફેન લખે છે – “ઓહ માય ગોડ, હું તો કાજોલ માટે જ આ શો જોવા માટે ઉત્સુક છું.” બીજાએ લખ્યું – “કોફી વિથ કરણનો બાપ આવી રહ્યો છે.” એક અન્ય કોમેન્ટ – “વ્યંગની બે ક્વીન સાથે આવી રહી છે, શો ધમાકેદાર હશે.” આ કોમેન્ટ્સ દર્શાવે છે કે શો માટે લોકોમાં ભારે અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Amitabh Bachchan Clarifies ICU Hospitalization Rumors અમિતાભ બચ્ચન બિલકુલ સાજાનરવા છે! ICU માં હોવાના દાવાઓ પર પોતે જ સ્પષ્ટતા આપી…
Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Exit mobile version