Site icon

એ આર રહેમાન બર્થડેઃ સ્પેશિયલ: આત્મહત્યા વિશે વિચારતા હતા એ આર રહેમાન, આ કારણે તેઓ બન્યા હતા હિન્દુમાંથી મુસ્લિમ

કહેવાય છે કે પહેલા રહેમાન સાહેબ સંગીતને સમજતા ન હતા પરંતુ આજે તેઓ સંગીતના બાદશાહ છે. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમના વિશે ના સાંભળેલી વાતો.

unknown facts of a r rehman life story career suicide thoughts hindu muslim

એ આર રહેમાન બર્થડેઃ સ્પેશિયલ: આત્મહત્યા વિશે વિચારતા હતા એ આર રહેમાન, આ કારણે તેઓ બન્યા હતા હિન્દુમાંથી મુસ્લિમ

News Continuous Bureau | Mumbai

એ.આર.રહેમાને ( a r rehman ) 90ના દાયકાની શરૂઆતમાં સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ‘રોજા’, ‘બોમ્બે’, ‘તાલ’, ‘લગાન’, ‘સ્વદેશ’, ‘રંગ દે બસંતી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે યાદગાર બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યા. ‘વંદે માતરમ્’ ગાવા માટે દેશ હંમેશા તેમનું સન્માન કરશે. એ આર રહેમાને માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સાઉથની પણ ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.એ આર રહેમાન નો જન્મ 6 જાન્યુઆરી 1967ના રોજ ચેન્નાઈમાં થયો હતો. એક સમય એવો હતો જ્યારે તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો. તે પણ આત્મહત્યાનો વિચાર કરવા લાગ્યો. તેણે પોતે આ અંગે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે જો તેણે આ પગલું ભર્યું હોત તો દેશને કેટલું નુકસાન થયું હોત. આજે સિંગર પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર, ચાલો જાણીએ તેના ( life story ) મુશ્કેલ સમય અને તેના વિશેની કેટલીક ન ( unknown facts ) સાંભળેલી વાતો.

Join Our WhatsApp Community

હિંદુમાંથી મુસ્લિમ બન્યો એ આર રહેમાન

એ આર રહેમાન નો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો, તેમનું સાચું નામ દિલીપ શેખર હતું. એવું કહેવાય છે કે તેને પોતાના નામથી નફરત હતી અને તેને લાગ્યું કે તેનું નામ સારું નથી. તેમના પિતા દિલીપ કુમારના મોટા પ્રશંસક હતા, તેથી તેમણે તેમના પુત્રનું નામ તેમના નામ પરથી રાખ્યું હતું. 23 વર્ષની ઉંમરે રહેમાને તેના ગુરુ કાદરી ઈસ્લામ થી પ્રભાવિત થઈને ઈસ્લામ સ્વીકાર્યો અને પોતાનું નામ અલ્લાહ રખા રહેમાન રાખ્યું.એ આર રહેમાન અભ્યાસમાં ખૂબ જ નબળા હતા. તે વર્ગમાં સૌથી ઓછા માર્ક્સ મેળવતા હતા. તેના ઓછા માર્કસને કારણે તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું, પરંતુ જિંદગી એ તેના માટે કઈ અલગ જ વિચાર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  ગુજરાત નું ગૌરવ: 78 વર્ષીય ઉર્મિલા બા, જે ઘરે ઘરે રસોઈ કરીને બની બિઝનેસ વુમન, શું હવે તે પૂરું કરશે તેનું માસ્ટર શેફ ઇન્ડિયા બનવાનું સપનું? જાણો ઉર્મિલા બા ની સંઘર્ષ યાત્રા વિશે

વારસામાં મળ્યું હતું સંગીત

એ આર રહેમાનને તેમના પિતા પાસેથી સંગીત વારસામાં મળ્યું હતું. તેમના પિતા આરકે શેખર મલયાલમ ફિલ્મોમાં સંગીત આપતા હતા.રહેમાન 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ઘરની ખરાબ સ્થિતિને કારણે તેણે પોતાના પરિવારના સંગીતના સાધનો વેચવા પડ્યાં. ત્યારબાદ તેની પાસે સ્કૂલનો અભ્યાસ પૂરો કરવા માટે પણ પૈસા નહોતા અને ત્યારપછી 15 વર્ષની ઉંમરે રહેમાનને અભ્યાસ છોડવો પડ્યો હતો.

એ આર રહેમાન ને આવ્યો હતો આત્મહત્યા નો વિચાર

એ આર રહેમાને એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘તે 25 વર્ષની ઉંમર સુધી આત્મહત્યા વિશે વિચારતો હતો. તેણે તેના પિતાને ગુમાવ્યા હતા અને એક એકલતા અનુભવી હતી. જો કે તેમાંથી ઉભરવા માટે તેમણે સંગીત નો સહારો લીધો અને આ જ તેને ફર્શ થી અર્શ સુધી લાવ્યો.’

આ સમાચાર પણ વાંચો :   ‘હેરા ફેરી 3’ પછી અક્ષય કુમારે બીજી ફિલ્મ ‘ગોરખા’ માં કામ કરવાની પાડી ના, આ કારણે છોડી દીધી ફિલ્મ

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version