Site icon News Continuous Bureau | Mumbai

Uorfi Javed: ઉર્ફી જાવેદ માટે કાળી રાત: મધરાતે 3:30 વાગ્યે બે વ્યક્તિ એ ઘરમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ, ગભરાયેલી એક્ટ્રેસ મદદ માટે પોલીસ સ્ટેશન પહોંચી.

Uorfi Javed: "હું આખી રાત ઊંઘી શકી નથી" - ઉર્ફી જાવેદે સંભળાવી આપવીતી; ઘરની બહાર ઉભા રહી સતત ડોરબેલ વગાડી દરવાજો ખોલવા દબાણ કર્યું.

Uorfi Javed faces midnight horror! Two men harass her at 3:30 AM

Uorfi Javed faces midnight horror! Two men harass her at 3:30 AM

News Continuous Bureau | Mumbai

 Uorfi Javed: ટીવી અને સોશિયલ મીડિયાની જાણીતી પર્સનાલિટી ઉર્ફી જાવેદ માટે ૨૨ ડિસેમ્બરની રાત કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. મધ્યરાત્રિએ લગભગ ૩:૩૦ વાગ્યે તેના ઘરની બહાર બે અજાણ્યા લોકોની હાજરી અને તેમની હરકતોએ ઉર્ફીને ભારે ડરાવી દીધી હતી. ઉર્ફીના જણાવ્યા અનુસાર, તે લોકો સતત તેના ઘરની ડોરબેલ વગાડી રહ્યા હતા અને વારંવાર ના પાડવા છતાં ત્યાંથી ખસવાનું નામ લેતા નહોતા.ઉર્ફીએ આ ભયાનક અનુભવ શેર કરતા જણાવ્યું કે, એકલી રહેતી મહિલા માટે રાત્રે ૩ વાગ્યે કોઈ આવી હરકત કરે ત્યારે તે કેટલી ડરામણી સ્થિતિ હોય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rajnath Singh Join Ikkis Special Screening:‘ઇક્કીસ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલના પરિવારનું કર્યું સન્માન

શું હતી સમગ્ર ઘટના?

રાત્રે ૩:૩૦ વાગ્યે જ્યારે બેલ વાગી ત્યારે ઉર્ફીને લાગ્યું કે કદાચ કોઈ ભૂલથી વગાડી ગયું હશે. પરંતુ જ્યારે મિનિટો સુધી બેલ વાગતી રહી, ત્યારે તેની ચિંતા વધી ગઈ. ઇન્ટરકોમ દ્વારા તપાસ કરતા ખબર પડી કે બહાર બે લોકો ઉભા છે. ઉર્ફીએ તેમને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું, પરંતુ તેઓ ઉલટાનું દરવાજો ખોલવા માટે દબાણ કરવા લાગ્યા. આ જોઈ ઉર્ફીએ તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો.પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ પેલા લોકો નો વ્યવહાર બદલાયો નહોતો. ઉર્ફીના દાવા મુજબ, તે લોકોએ ન માત્ર તેની સાથે પણ પોલીસકર્મીઓ સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું અને ‘નિકલ’ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો. નવાઈની વાત એ છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે બંને લોકો તે જ બિલ્ડિંગમાં રહેતા હતા. આ ઘટના બાદ ઉર્ફીએ સવારે ૫ વાગ્યે પોલીસ સ્ટેશન જઈને વિધિવત ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સ્ટેશનની તસવીરો શેર કરતા ઉર્ફીએ જણાવ્યું કે આ તેના જીવનનો સૌથી ભયાનક અનુભવ હતો. તેની બહેન ડોલી જાવેદે પણ આ ઘટના પર રોષ વ્યક્ત કર્યો છે. ઉર્ફીએ સવાલ ઉઠાવ્યો છે કે મહિલાઓની સુરક્ષાનું શું? તે હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત અનુભવી રહી નથી. ફેન્સ અને અન્ય સેલેબ્સ પણ આ મામલે ઉર્ફીના સમર્થનમાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 OTT Release| ધુરંધરની ઓટીટી પર ફરી મચી ધૂમ, શું બનશે એવરગ્રીન મૂવી? જાણો ફિલ્મોની શેલ્ફ લાઈફ કેવી રીતે નક્કી થાય છે
Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી
Anupamaa Alka Kaushal Jail| ‘અનુપમાની ‘મોટી બા’ ની જિંદગીનો એ કાળો અધ્યાય જ્યારે સગી માતા સાથે એક્ટ્રેસ પહોંચી ગઈ જેલના સળિયા પાછળ, આ હતું કારણ
Exit mobile version