Site icon

સીરિયલ ‘અનુપમા’ ના આ એક્ટરને ડેટ કરી ચુકી છે ઉર્ફી જાવેદ, બ્રેકઅપનું કારણ આવ્યું સામે ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ હંમેશા તેના આઉટફિટ્સના કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદે બિગ બોસના ઘરમાં ગાર્બેજ બેગથી ડ્રેસ બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ આજે અમે તમને ઉર્ફી જાવેદના અંગત જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઉર્ફી જાવેદ ટેલિવિઝનના નંબર 1 શો 'અનુપમા'માં અનુપમાના પુત્રની ભૂમિકા ભજવનાર અભિનેતા પારસ કાલનવત ડેટ કરી ચુકી છે, આ બંનેના બ્રેકઅપનું કારણ પણ હાસ્યજનક છે. આવો જાણીએ બંનેની લવ સ્ટોરી વિશે

બિગ બોસ ઓટીટીના ભૂતપૂર્વ સ્પર્ધક ઉર્ફી જાવેદ અને શો 'અનુપમા'માં અનુપમાના પુત્રની ભૂમિકા ભજવનાર પારસ કાલનવત એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. વર્ષ 2017માં બંને ટીવી સ્ટાર્સે સીરિયલ 'મા દુર્ગા'માં સાથે કામ કર્યું હતું. આ પછી તેમની વચ્ચે પ્રેમ વધવા લાગ્યો અને બંને રિલેશનશિપમાં આવી ગયા. શરૂઆતમાં બંનેએ તેમના સંબંધો પર મૌન સેવ્યું હતું, પરંતુ નવેમ્બર 2017માં આ કપલે તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. ઉર્ફી અને પારસનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં, આશ્ચર્યની વાત એ છે કે માત્ર 9 મહિનામાં જ તેમનો સંબંધ તૂટી ગયો.

એવું માનવામાં આવે છે કે પારસ કાલનવત ઉર્ફી જાવેદને લઈને ખૂબ જ ગંભીર હતો. પારસ કાલનવત તેના અને ઉર્ફી જાવેદના સંબંધોને આગળ લઈ જવા માંગતો હતો. બ્રેકઅપ બાદ પારસ કાલનવતે ઉર્ફી જાવેદના  નામનું ટેટૂ કરાવ્યું હતું. બ્રેકઅપ બાદ પારસ કાલનવતે તેની તમામ ભેટ ઉર્ફી જાવેદને પરત કરી દીધી હતી. ઉર્ફી જાવેદ સાથેના બ્રેકઅપ બાદ પારસ કાલનવત ખરાબ રીતે તૂટી ગયો હતો. પારસ કાલનાવતને પોતાને સંભાળવામાં ઘણો સમય લાગ્યો. આજે પણ પારસ કાલણાવત એ સમજી શકતો નથી કે ઉર્ફી જાવેદે તેની સાથે શા માટે બ્રેકઅપ કર્યું. ઉર્ફી જાવેદે આજ સુધી પારસ કાલનવત સાથે બ્રેકઅપનું કોઈ કારણ જણાવ્યું નથી.

શું ‘અનુપમા’ માં હવે ‘વનરાજ’ નહીં જોવા મળે? સુધાંશુ પાંડેએ આ કારણે લીધો નિર્ણય! જાણો વિગત

બ્રેકઅપ બાદ ઉર્ફી જાવેદે પારસ કાલનવત વિશે મૌન તોડ્યું હતું. ઉર્ફી જાવેદે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે પારસ અને તે એકબીજાથી બિલકુલ અલગ છે. પારસને લોકોને મળવાનું પસંદ નથી. જ્યારે ઉર્ફી જાવેદ પાર્ટી પ્રેમી છે. ઉર્ફી જાવેદ નોન વેજ ખાય છે જો કે પારસ સંપૂર્ણપણે શાકાહારી છે. આ જોડીને વિરોધી જોડી કહેવા જોઈએ. આવી સ્થિતિમાં બંનેનું બ્રેકઅપ થઈ જાય તે સારું હતું.

કામની વાત કરીએ તો, ઉર્ફી જાવેદે વર્ષ 2016માં સોની ટીવી પર પ્રસિદ્ધ થનારી ટીવી સીરિયલ 'બડે ભૈયા કી દુલ્હનિયા'થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉર્ફી જાવેદે ચંદ્ર નંદિની’, ‘સાત ફેરો કી હેરા ફેરી’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. આજકાલ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. બીજી તરફ જો પારસ કાલનવત ની વાત કરીએ તો આ સમયે તે ટીવીના સુપરહિટ શો 'અનુપમા'માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version