Site icon

ઉર્ફી જાવેદને ફરી મળી રેપની ધમકી-સાયબર સેલ પર ગંભીર આરોપ લગાવતા કહી આ વાત

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ મનોરંજન જગતમાં તેની બોલ્ડનેસ(Urfi javed boldness) માટે જાણીતી છે. તેણે ઘણી વખત પોતાની ફેશન સેન્સથી લોકોને ચોંકાવી દીધા છે. આટલું જ નહીં, ઉર્ફી પોતાની અલગ સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલનો (trolls)સામનો પણ કરે છે. પરંતુ અભિનેત્રી ક્યારેય ટ્રોલિંગથી પ્રભાવિત નથી થઈ. જો કે, ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ઉર્ફીને ટ્રોલ કરતી વખતે લોકો હદ વટાવે છે અને અભિનેત્રીને ધમકાવવા લાગે છે. તેના પર ઉર્ફી જાવેદે એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે આવા સમયે કોઈ તેની મદદ કરતું નથી.ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની(Instagram) સ્ટોરી પર એક નોટ શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તેણે બળાત્કારની ધમકીઓ, નફરતભર્યા ભાષણ અને ઉદ્ધતતાનો સામનો કર્યો છે. તે જ સમયે, તેણે એ પણ જણાવ્યું કે ભારતમાં(India) સાયબર પોલીસમાં (cyber police)નોંધાયેલી ફરિયાદો પર ભાગ્યે જ કાર્યવાહી કરવામાં આવે છે.

Join Our WhatsApp Community

ઉર્ફીએ ઈન્સ્ટા પોસ્ટ પર લખ્યું,’ભારતમાં સાયબર કાયદો (cyber law)નથી. પોલીસ અને સાયબર સેલ ભાગ્યે જ નોંધાયેલી ફરિયાદોની કાળજી લે છે. તેથી જ લોકો તેમની ફરિયાદ નોંધવામાં ડરતા હોય છે. લોકો ખુલ્લેઆમ તમને હેરાન કરે છે, તમને પરેશાન કરે છે અને તમને ઓનલાઈન બળાત્કારની(rape threaten) ધમકી આપે છે. મને સમજાતું નથી કે આપણે આની અવગણના કેમ કરવી જોઈએ?'

આ સમાચાર પણ વાંચો : શૈલેષ લોઢાના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવા પર નિર્માતા અસિત મોદીની પ્રિતિક્રિયા આવી સામે-કહી આ વાત

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ઘણી વખત પોતાની બોલ્ડનેસથી (boldness)લોકોને દંગ કરી ચુકી છે. તેણે ઘણી વખત સેમી ન્યૂડ તસવીરો(semi nude photo) પણ શેર કરી છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના શરીર પર દોરડા થી લપેટાયેલી જોવા મળી હતી. આ પ્રસંગે લોકોએ અભિનેત્રીને ટ્રોલ(troll) પણ કરી હતી, જેના જવાબમાં ઉર્ફીએ કહ્યું હતું કે આ વીડિયો પાછળ એક અર્થ છે કે કેવી રીતે ભારતીય મહિલાઓને તેમના લગ્નમાં સુંદર દેખાવા માટે ચમકતી જ્વેલરી આપવામાં આવે છે અને તેને ફૂલોથી શણગારવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે બરાબર ચાલી પણ શકતી નથી અને પાંખો ફેલાવી પણ શકતી નથી. જો કે આ અમારી પેઢીની મહિલાઓ માટે નથી, પરંતુ જૂની પેઢીની મહિલાઓ માટે છે. ઉર્ફીએ ભૂતકાળમાં ઘણી વખત આવી જ રીતે ટ્રોલ્સને જવાબ આપ્યો છે.

Zubeen Garg: જુબિન ગર્ગના અવસાન પછી પત્નીનું ભાવુક નિવેદન, ફેન્સને કરી ખાસ અપીલ
Jolly LLB 3: ‘જોલી એલએલબી 3’એ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, અક્ષય-અરશદની ફિલ્મે કર્યો આટલા કરોડ નો ધંધો
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના 17 વર્ષ પૂર્ણ થવા પર, માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશી થઇ ખુશ, કહી આવી વાત
King BTS Pictures Leaked: ‘કિંગ’ના સેટ પરથી લીક થયો શાહરુખ-સુહાના નો લુક, અભિષેક બચ્ચન પણ નવા અવતારમાં મળ્યો જોવા
Exit mobile version