Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed: હેલોવીન પાર્ટી માટે ઉર્ફી જાવેદે રિક્રિએટ કર્યો ‘ભૂલ ભુલૈયા’ ના ‘છોટા પંડિત’ નો લુક, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Urfi javed: ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ ભૂલ ભુલૈયા ના છોટા પંડિતના લૂકમાં જોવા મળી રહી છે. તેનો આ લુક જોઈને ઘણા લોકોના હોશ ઉડી ગયા છે.

urfi javed recreat chhota pandit look for halloween party

urfi javed recreat chhota pandit look for halloween party

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી છે. તે અવારનવાર તેના કપડાં સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. ક્યારેક તે સિમ કાર્ડથી બનેલો ડ્રેસ પહેરી ની સામે આવે છે તો ક્યારેક તે કીબોર્ડ માંથી ડ્રેસ બનાવી લે છે. હાલમાં જ ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ ખૂબ જ વિચિત્ર લુકમાં જોવા મળી રહી છે. તેનો આ લુક જોઈને ઘણા લોકો નવાઈ પામ્યા છે.

Join Our WhatsApp Channel

 

ઉર્ફી જાવેદ નો વિડીયો 

 ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો માં ઉર્ફી એકદમ અલગ લુકમાં જોવા મળી રહી છે. તેણે પોતાના મોઢા પર લાલ રંગ લગાવ્યો છે. તેમજ તેને તેવા જ કલર ની પોલોનેક ટીશર્ટ પણ પહેરી છે.તેણે પોતાના કાનની પાછળ અગરબત્તી મૂકી છે. આ સાથે તેણે કેસરી રંગની ધોતી પહેરી છે અને ગળામાં ગલગોટા ના ફૂલોની માળા પહેરી છે. આ વિડીયો શેર કરવાની સાથે તેણી લખે છે – ‘મને આશા છે કે દરેકને ખબર હશે કે છોટા પંડિત ભૂલ ભુલૈયાનું પાત્ર છે. તે હેલોવીન પાર્ટી માટે ખૂબ જ સરસ રીતે તૈયાર હતી પરંતુ જઈ ના શકી તો વિચાર્યું વિડીયો જ પોસ્ટ કરી દઉં’

ઉર્ફી જાવેદ ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા 

આ વિડીયો જોઈ એક યુઝરે લખ્યું, ” હા, ફક્ત તમે જ કરી શકો છો, બીજા કોઈમાં હિંમત નથી.”જ્યારે બીજાએ કહ્યું, “શું તમે આગામી ભૂલ ભુલૈયામાં છોટા પંડિત બનશો?”  આ સિવાય ઘણા એ ઉર્ફી જાવેદને ટ્રોલ પર કરી છે. છે. એક યુઝરે લખ્યું, હિંદુ આસ્થાની મજાક ન કરો, જ્યારે બીજાએ કહ્યું, આ હેલોવીન લુક ક્યાંથી આવ્યો? તે છોટા પંડિત હતો, ખરું?

આ સમાચાર પણ વાંચો: Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version