Site icon

Urfi Javed : ઉર્ફી જાવેદે જણાવ્યું બોલ્ડ કપડાં પહેરવાનું કારણ, જાણો અભિનેત્રી એ શું કહ્યું

ઉર્ફી જાવેદ તાજેતરમાં બિગ બોસ ઓટીટી 2 માં મહેમાન તરીકે જોવા મળી હતી. આ દરમિયાન ઉર્ફીએ સ્પર્ધકો સાથે ઘણી વાતો કરી અને એ પણ જણાવ્યું કે તે આવા બોલ્ડ કપડા કેમ પહેરે છે.

urfi-javed-reveal-why-she-wears-bold-and-revealing-outfits

urfi-javed-reveal-why-she-wears-bold-and-revealing-outfits

News Continuous Bureau | Mumbai 

Urfi Javed : ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે હંમેશા તેના આઉટફિટ્સને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક ઉર્ફીને તેના બોલ્ડ આઉટફિટ્સને કારણે ટ્રોલિંગ અને નેગેટિવિટીનો સામનો કરવો પડે છે. જોકે હવે તેનાથી તેને કોઈ ફરક નથી પડતો. ઉર્ફીએ તાજેતરમાં જણાવ્યું છે કે તે શા માટે આવા કપડાં પહેરે છે. ઉર્ફીએ હવે તેના આવા કપડાં પહેરવા પાછળનું કારણ જાહેર કર્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : RedBus Chatbot: હવે બસ ટીકીટ માટે લાઈનથી મેળવો છુટકારો… ઘર બેઠા વોટ્સએપ દ્વારા બુક કરી શકો છો બસ ટીકીટ… જાણો સંપુર્ણ પ્રક્રિયા અહીં..

ઉર્ફીજણાવ્યું અતરંગી કપડાં પહેરવા નું કારણ

ઉર્ફી કહે છે, ‘જ્યારે મને એક અઠવાડિયામાં બિગ બોસ માંથી બહાર કાઢવામાં આવી ત્યારે મને લાગ્યું કે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. હું ખૂબ રડી હતી મને લાગતું હતું કે મેં મારા જીવનમાં કંઈ કર્યું નથી, હવે હું કઈ રીતે કામ કરી શકું કારણ કે 7 લોકોમાં હું એકમાત્ર કમાનાર વ્યક્તિ છું. હું ઘર કેવી રીતે ચલાવીશ, હવે મને કોઈ કામ પણ નહીં આપે. તે પછી ધીમે ધીમે મેં જોયું કે મારા કપડાંને કારણે મારી તરફ ધ્યાન ખેંચાઈ રહ્યું છે. પછી મેં વિચાર્યું કે આ ધ્યાનનો જ ઉપયોગ કરીએ. આ મને મારા ઘરનું પાલન-પોષણ કરવામાં મદદ કરશે. મારા ટેબલ પર ખોરાક આવી ગયો છે, મારા પરિવારના સભ્યો આજે ખુશ છે, હું ખુશ છું. તો માત્ર આ કારણે હું આવા કપડાં પહેરું છું.’

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version