News Continuous Bureau | Mumbai
Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ અવારનવાર પોતાના બોલ્ડ ફોટા ને વિડીયો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. ઘણીવાર તેની ફેશન સેન્સ ની જોઈ ને લોકો આશ્ચર્ય માં પણ પડી જતા હોય છે.પરંતુ ઉર્ફી ની આજ ફેશન સેન્સ તેને બધાથી અલગ પાડે છે. તાજેતરમાં તેના ન્યૂડ લુક અને કાર્ટૂન લુક એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. હવે ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે.
ઉર્ફી જાવેદે શેર કર્યો વિડીયો
ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ઉર્ફી જાવેદ સાથે જોવા મળી રહ્યા છે. બંનેએ સરખા આઈ માસ્ક પહેર્યા છે અને બંને ટ્યુનિંગ સેટ કરતા જોવા મળે છે. શરૂઆતમાં, ઉર્ફી એક છાપું પકડેલી જોવા મળે છે જેના પર લખેલું છે, માસ્ક મેન ટુ રિટાયર? આ સાથે રાજ કુન્દ્રાનો ચહેરો દેખાય છે જ્યાં તે ઉર્ફીને સલામ કરતો જોવા મળે છે. વિડીયો જોઈ એક યુઝરે લખ્યું છે કે, ‘બંનેની ફિલ્મ આવી રહી છે.’ અન્ય એકે લખ્યું છે કે, ‘એક સાથે બે માસ્ક મેન.’
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રાજ કુન્દ્રા તેની આગામી ફિલ્મ UT 69 માટે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 3 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. જે એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચને ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ નો તેમનો ફર્સ્ટ લુક શેર કરી આ રીતે માન્યો ટીમનો આભાર
